મારા દીકરા નો લગ્ન પ્રસંગ

હમણાં છેલ્લા કેટલાક દિવસ થી એક પણ પોસ્ટ મૂકી શકી નથી એનું કારણ છે મારા દીકરા ના લગ્ન . આપ સૌ જાણો જ છો કે ઘર માં લગ્ન પ્રસંગે કેટલી તૈયારીઓ  કરવી પડે છે .બસ એ જવાબદારી નિભાવવા માં એવી અટવાઈ ગઈ  અને અમારા એક જ લાડકા દીકરા ના લગ્ન ની હોશ પણ સર્વે સગા સંબંધીઓ ને ખુબ હતી .તેથી રંગે ચંગે ધામધૂમ થી આ પ્રસંગ માણવા માટે સૌ કોઈ આતુર હતા .મારા ઉમંગ ને વર્ણવી શકું તેમ નથી . થોડો સમય આપ સૌ નિરાશ થયા હશો  પણ હવે કારણ જાણ્યા પછી આનંદ પણ થયો હશે અને નિરાશા પણ દુર જરૂર થઇ હશે બરાબર ને !ચાલો મારો એ આનંદ આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરું છું . ગમશે ને ? આપ સૌ પરોક્ષ રીતે મારા આનંદ માં સહભાગી બનો એવી આશા સાથે …….

૩-૫-૨૦૧૩ ના મારા દીકરા ના લગ્ન હતા .પણ એ પહેલા ના બે દિવસ એટલેકે  તા ૧-૫-૨૦૧૩ ના રોજ મારા સસરાજી નો જન્મ દિવસ  હતો .અમે ખુબ ખુશી થી એમનો ૮૩ મો  જન્મ દિવસ મનાવ્યો .તેઓ  શ્રી પોરબંદર માં ભૂખ્યા જનો ના જઠરાગ્ની ઠારવા ની સેવા આનંદ થી નિસ્વાર્થ ભાવે કરે છે અને તેજ કારણે ૨૭ વરસ થી પોરબંદર ની બહાર ગયા નથી .પણ   પૌત્ર ના લગ્ન પ્રસંગે જરૂર આવશે એમ વચન આપેલું જે એમણે નિભાવ્યું .અમે સૌ ખુબ આંનંદ માં આ દિવસ વિતાવ્યો .સાંજે ભજન સંધ્યા નું પણ આયોજન કરેલું ,સર્વે સ્નેહી જનો એ સત્સંગ નો લાભ લીધો .પ્રસાદભેગા મળી બધા એ લીધો અને બાપુજી ના આશિર્વાદ લીધા .એટલે કે પ્રભુ સ્મરણ અને બાપુજી ના આશીર્વાદ  થી પ્રસંગ ની શુભ શરૂઆત થઇ .નાથદ્વારા થી કીર્તનિયા જી શ્રી ચંદ્રકાંત ભાઈ પણ પધારેલા અને શ્રી યમુનાજી ના વહાલા ચોબાજી શ્રી સુબોધ ભાઈ પણ મારા દીકરા ના લગ્ન માં દીકરા વહુ ને આશિર્વાદ આપવા પધારેલા .આમ શુભ શરૂઆત થઇ .તા ૨-૫-૨૦૧૩ ના રોજ સાંજી અને સંગીત સંધ્યા નું આયોજન મલાડ માં સેજ બેન્કેટ માં કરેલું એમાં શ્રી વિકાસ પટેલ અને બિંદુ બહેન અને તેમના સાથી કલાકારો એ રંગ રાખ્યો .બુગી બુગી ના એક કલાકાર કૃષ્ણ એ ખુબ સુંદર ડાંસ કર્યો .અને પરિવાર જનો ના સાથ સહકાર સાથે આપ્રસંગ પણ સુંદર રીતે  માણ્યો. નાના બાલુડા ઓ એ સુંદર ડાન્સ કરી સર્વે ને આનંદિત કર્યા તો મારા પપ્પા જેમની  આયુ હાલ ૭૨વરસ ની  છે તેમણે તલત મહેમુદ નું જુનું ગીત જે આપ્રસંગ ને અનુરૂપ હતું “યે નયી નયી પ્રીત હૈ ‘તુમહિ તો મેરા મિત હૈ  ” ગાઈ ને બધા ને ખુશ કરી દીધા.નાના મોટા સૌ કોઈએ આપ્રસંગ ને ખુબ સુંદર રીતે માણ્યો અને સ્વરુચિ ભોજન લઇ સૌ લગ્ન ના દિવસ ની તૈયારી માં લાગી ગયા . અને જે દિવસ ની દરેક મા દીકરા ના જન્મ થી રાહ જોતી હોય છે તે દિવસ આવી પહોચ્યો અને શુભ સવાર થીજ  માંગલિક કાર્યક્રમો શરુ થઇ ગયા .ઢોલ નગર અને શહનાઈ ના સુરો રેલાવા માંડ્યા અને સર્વે કુટુંબી જનો સાથે કાંદીવલી માં બાલાજી હોલ માં નાચતા ગાતા પહોંચ્યા . ત્યાં સુંદર સત્કાર સાથે આખો  દિવસ  ખુબ મજા કરી અને રાતે રીસેપ્શન  માં સૌ કોઈ એક બીજા ને મળ્યા .અને હા ,એ દિવસ મારો જન્મ દિન હતો .મારા લાડકા વહુ દીકરા કાનો અને ક્ષમા એ મારા જન્મ દિન ની  ઉજવણી કરી .ખુબ મોડું થયું  હોવા છતાં કેક મારી પાસે કપાવી અને  વડીલો ના આશિર્વાદ અને સ્નેહીજનો ની શુભેચ્છા સાથે દિવસ પૂર્ણ થયો અને મારા ૫૧ માં વર્ષ ની શુભ શરૂઆત થઇ .આ દિવસ મારી જીન્દગી નો  સોથી યાદગાર અને અમુલ્ય છે .આ દિવસે મને સુંદર અને સુશીલ પુત્રવધુ નીઅમૂલ્ય  ભેટ મળી .અમારા સંતાનો ને અમારા અંત:કરણ ના શુભાશિષ .

–  માયા સુધીર રાયચુરા .

Leave a Reply