મીઠું મજા નું ઘર

મીઠું મજાનું ઘર
તારે પણ હશે મારી દિકરી
મીઠું મજાનું ઘર
જેમ પંખી સજાવે છે એનો માળો,
એમ તું પણ સજાવીશ
તારી જિંદગીનું વૃક્ષ  અને એની દરેક શાખા .
સાંજ પડે ત્યારે પરિશ્રમ કરીને ઘરે આવશે તારો પતિ,
જેની તું ક્ષણે ક્ષણ રાહ જોતી હો
એના આગમન ટાણે મહેકી ઉઠશે તારું મન,
તારા એકાંતનો એ સાથી, તારી અંગતતાનો સહયાત્રી,
એ જાણશે તારું હદય ,
તારા સપનાઓને સાકાર કરનારો એ ઉત્સાહી,
જેમ હું અને તારા મમ્મી
એમ જ બેટા તું અને તારો જીવનસાથી,
એકબીજાના હદયને જાણવા કરતા
ઘણાં સહેલા હોય છે ગણિતના કોયડાઓ .
જિંદગીનું ગણિત જ એવું છે,
એને સમજવામાં ઘણી ધીરજની જરૂર પડે,
અને એ તારામાં છે જ .
એ જ છે તારું પોતાનું સાચું ઘર,
એ જ છે સૃષ્ટી સુખથી સભર .


Posted

in

by

Tags:

Comments

One response to “મીઠું મજા નું ઘર”

 1. Gujaratilexicon Avatar

  નમસ્કાર!
  આપનો બ્લોગ ”Stop.co.in” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

Leave a Reply