મે તો કહી દીધું બધું,
તું તારી વાત કર હવે.
મને તો તું મનાવશે,
તું તારી વાત કર હવે.
વાદળો, વરસાદ, હોડી,
પવન ને દરિયો એવું,
રોજ સાંભળું છું બધું,
તું તારી વાત કર હવે.
દોસ્તો કરે છે પ્રેમ ને,
દુશ્મન બધા નફરત મને,
એ બધાની છોડ ચાલ,
તું તારી વાત કર હવે.
ના હવે પૂછીશ મને,
કે આંખ લાલ કેમ છે?
સ્વપ્નો બધાં પાછા ગયા,
તું તારી વાત કર હવે.
મહેફીલમાં હાજરી કે,
મહેફીલ છે હાજરીથી,
હર આંખ જોશે જુદું,
તું તારી વાત કર હવે.
તું તારી વાત કર હવે.
મને તો તું મનાવશે,
તું તારી વાત કર હવે.
વાદળો, વરસાદ, હોડી,
પવન ને દરિયો એવું,
રોજ સાંભળું છું બધું,
તું તારી વાત કર હવે.
દોસ્તો કરે છે પ્રેમ ને,
દુશ્મન બધા નફરત મને,
એ બધાની છોડ ચાલ,
તું તારી વાત કર હવે.
ના હવે પૂછીશ મને,
કે આંખ લાલ કેમ છે?
સ્વપ્નો બધાં પાછા ગયા,
તું તારી વાત કર હવે.
મહેફીલમાં હાજરી કે,
મહેફીલ છે હાજરીથી,
હર આંખ જોશે જુદું,
તું તારી વાત કર હવે.
Leave a Reply