રાતભરસુરજ ને હું જગાડી ના શક્યો – ડૉ મુકેશ જોષી

એક વાચક મિત્ર ડૉ મુકેશ જોષી એ મને એમની સ્વ રચિત ગઝલ ઈમેલ થી મોકલી છે. એ ગઝલ આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરું છું .આશા છે આપ સૌ ને જરૂર ગમશે .

રાતભર સુરજ ને હું જગાડી ના શક્યો ,

ચાંદની ની મજા તેણે ચખાડી ના શક્યો .

આ બધુ દેખાય છે તે પાસ છે કે આભાસ છે ,

માટલું મૃગ જળ નુ હું ભરાવી ના શક્યો .

વાત તો ઈશ્વર ની સાથે હું રોજ કરતો રહ્યો ,

એકે યે વાત મારી એને મનાવીના શક્યો  .

લાગણી તો ખુબ હતી ,દેખાત પણ ખરી ,

હોવાથી દિલ મોટું ,હું છલકાવી ના શક્યો .

વાંક તો બીજો કશોય એનેય ક્યાં મળ્યો ?

દરેક વાત માં હું ડોકું હલાવી ના શક્યો .

કડવી લાગી છે એટલે સાચી ય હોઈ શકે ,

મહેફિલ માં એકે ય તાળી હું પડાવી ના શક્યો .

 

 

Published by Maya Raichura

hello, Jai Shree Krishna. I'm maya raichura, a housewife. I was born in Ahmadabad and I studied at H.A college of commerce . Currently I live in Mumbai - Borivali.I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: