લગ્ન ગીત – મારી લાડકવાયી દીકરી

રાગ -( બાબુલ કી દુઆ એ લેતી જા )

મારી લાડકવાયી દીકરી તો ,આજે સાસરિયા માં જાય છે ,

પાળી પોષી ને મોટી કરી, એ માબાપ થી દુર જાય છે .

ઘર સુનું સુનું થઇ જાશે ,તારા વિના કાંઈ ગમશે નહી ,

તાતા પ્રેમ અને માયા મમતા ,જીવનભર કોઈ ભૂલશે નહી ,

આંખે આંસુડા ઉભરાયે ,મન માં મુંઝવણ બહુ થાય છે …………………..મારી લાડકવાયી

સાસુ સસરા ની સેવા કરી ,પ્રીતમ નું કહેવું માનજે ,

સૌ ની સાથે સંપી રહેજે ,જીવન રૂડું જીવી જાણજે ,

કુદરત નો ક્રમ આ કેવો છે ,જે કોઈ થી ના બદલાય છે ……………………મારી લાડકવાયી

ભગવાન તને સદા ખુશ રાખે ,અંતર ના આશિર્વાદ છે ,

મારી સંભાળ તુ લેતી રહેજે , તારા વિના દુઃખી તારો બાપ છે ,

રવિ ભાણ પ્રતાપે મોહિની કહે ,આ કેવી વસમી વિદાય છે ………………..મારી લાડકવાયી

મોહિની .

 

Leave a Reply