રોટલી વધી છે ?એનું શું કરવું ? મોંઘવારી માં બગાડ થાય એ પણ ના પોસાય . તો આ રહ્યા એના વિવિધ ઉપયોગ .
૧ . રોટલી ના ચાર ટુકડા કરી તળી લો .ઉપર મનગમતું ટોપિંગ કરી ખાઓ અથવા ફક્ત ચાટ મસાલો છાંટી ચા સાથે ખાઈ શકો .
૨. રોટલી ને સકરપારા ની જેમ કાપી ને તળી ને ઉપર બુરું ખાંડ ભભરાવી ને ખાઈ શકો .
૩. રોટલી ને મિક્સર મા બારીક ભૂકો કરી ઘી ગોળ ગરમ કરી એમાં રોટલી નો બારીક ભૂકો અને એલચી પાવડર નાખી લાડુ બનાવી ને ખાઈ શકો .
૪. રોટલી માં સરસ શાક નું પુરણ ભરી ને રોલ વાળી ને શેકી લો અને ચટણી અથવા સોસ સાથે ખાઓ .
૫ .રોટલી ને મિક્સર મા ક્રશ કરી તેલ માં રાઈ ,હિંગ અને લીમડા નો વઘાર કરી તેમાં મસાલો અને સિંગદાણા નો ભૂકો અને દાળિયા નાખી ચેવડો બનાવો .ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવું .
૬ . રોટલી ના નાના ટુકડા કરી તેલ મા રાઈ ,જીરું અને હિંગ નો વઘાર કરી છાશ નાખી બધો મસાલો ,મીઠું નાખી દઈ છાશ ઉકળે એટલે એમાં રોટલી ના ટુકડા નાખી દેવા .કોથમીર અને ગરમ મસાલો નાખવો .ગમે તો વઘાર માં ડુંગળી લસણ પણ નાખી શકાય .ગરમ ગરમ બહુ ટેસ્ટી લાગે છે .
૭ .રોટલી ને શેકી લો .અને એર ટાઈટ ડબ્બા મા ભરી લો .જયારે ખાવું હોય ત્યારે દહીં ના રાયતા ની સાથે ખાઓ .
૮ .દૂધ માં ખાંડ નાખી ઉકાળી ને એમાં રોટલી ના એકદમ નાના ટુકડા કરી નાંખો અને એલચી જાયફળ નાખી ખાઓ .
૯ .રોટલી ના ટુકડા કરી દાળ માં નાખી દો .દાળ ઢોકળી તૈયાર .
૧૦ .ટામેટા ને મિક્સર માં ક્રશ કરીલો . ઘી ગરમ કરી એમાં જીરા અને હિંગ અને લીમડા ના પાન નો વઘાર કરી ક્રશ કરેલા ટામેટા નો પલ્પ નાંખો થોડું પાણી નાખી સૂપ જેવું બનાવો એમાં મસાલો,મીઠું નાંખો ,ચપટી ખાંડ નાંખો ઉકળે એટલે એમાં રોટલી ના નાના ટુકડા કરી નાંખો .થોડો ગરમ મસાલો અને કોથમીર નાખીગરમ ગરમ ખાઓ .
અને જો આમાંથી કઈ ના કરવું હોય તો સીધો સાદો ઉપાય એ કે કોઈ ગરીબ માણસો કે ભૂખ્યા બાળકો ને આપી દો . એમની આંતરડી ઠરશે .
Leave a Reply