વરસાદ વિના અકળાઈ ગયેલું એક ગીત

વરસાદ વિના અકળાઈ ગયેલું એક ગીત
વાદળ થઈ આવ્યા છો તોય તમે કેમ નથી વરસી પડવાનું નામ લેતા ?
આકાશે ખાલી શું રખડ્યા કરો છો ? જેમ ચુંટણીમાં રખડે છે  નેતા .
આખ્યુંમાં  આસુંના વાવેતર થઈ ગયાં  છે તમને જરાય એનો ખ્યાલ છે ?
નહીંતર ચોમાસું આવું મોઘું ના થાય , મને લાગે છે વચ્ચે દલાલ છે .
ઈશ્વર પણ રાષ્ટ્રપતિ જેવા થઈ ગયા છે કાન પકડીને કઈ જ નથી કહેતા .
કાળાડીબાંગ સૂટ પહેરી પહેરીને જાણે આવ્યા છો સંસદમાં ઊંઘવા !
તરસ્યા ખેતરને જઈ પૂછો જરાક એક છાંટો મળ્યો છે એને સૂંઘવા ?
રીઢા મીનીસ્ટરની જેવા લાગો છો નથી ઉતરમાં ટીપુંયે દેતા .

– કૃષ્ણ દવે

Published by Maya Raichura

Hello, Jai Shree Krishna. I'm Maya Raichura, a housewife staying in Mumbai. I was born in Amdavad and I studied at H.A college of commerce. I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: