શરુઆતમાં એ થોડુક એવું લાગશે,
ઝેર પણ ગળ્યા જેવું પછી લાગશે.
વાાંચવા એનું વર્ણન તો મળ્યુંનથી,
ચાલ ચાખ, અનુભવ જેવું લાગશે.
થઇ શકે તો તું ય થોડો પ્રેમ કર,
હર શહેર વતન જેવું લાગશે.
એકાંતમાં હુંફ કોણ બીજુાં દે વળી?
જે હશે તે તને ઇશ્વર જેવું લાગશે.
સબંધ કે સમય બદલાયો હશે?
એ જ આયનામાં ઉંમર જેવું લાગશે.
ચાાંદનીનો યશ પૂરો ચાંદને ના દે
રાત વિના શું ઉજાસ જેવું લાગશે?
તુ ભલેને પળમાં સમજી શકે,
કહેતા મને તો વાર જેવું લાગશે.
તડ ને ફડ કહી દીધું છે એટલે,
છે વાત પણ વતેસર જેવું લાગશે.
ડૉ.મુકેશ જોષી
You must log in to post a comment.