શિક્ષક દિન

આજે શિક્ષક દિન નિમીતે આપ સૌ વાચકો ને શુભેચ્છા .આજે જન્માષ્ટમી અને શિક્ષક દિન નો સંયોગ થયો છે ત્યારે વિચારીએ કે શ્રીકૃષ્ણ  ભગવાન થી મહાન કોઈ શિક્ષક થાય નહી અને એમણે આપેલી શિક્ષા એટલે કે ભગવદ ગીતા જે જ્ઞાન નો સમુદ્ર છે તે અથાગ છે અને છતાં સર્વ ને સુલભ છે .આ મહાન ગ્રંથ માંથી થોડું પણ જીવન માં આચરણ કરીએ તોય જીવન સફળ છે . તો ચાલો ,આ મહાન શિક્ષક ને વંદન કરી ને એમણે ચીંધેલા માર્ગ ઉપર ચાલવા ની કોશિશ કરીએ અને સાથે મળી ને આ સુંદર ગીત જે લતાજી ના સુમધુર કંઠે ગવાયેલું  છે તે સાંભળીએ .

 

Leave a Reply