શિશિર આવી ,શીત વરસાવી
ધરતી ને થર થર કંપાવી
ઝાકળબિંદુ પાને લાવી
હીમ બની ને આવી ……………..શિશિર આવી .
શ્યામ રંગ છુપાવી ધરતી
શ્વેત વસ્ત્ર અંગે ધરી
જાને નીસરી કોઈ પૂજારણ
મંદિર વાતે અભિસારે …………….શિશિર આવી .
માનવ જન કંપે છે થર થર
શિશિર આવી દ્વાર દ્વાર પર
થીજી ગયા જળ અવની પથ પર
ધુમ્મસ સઘળે છાયો ધરા પર …………શિશિર આવી .
Leave a Reply