શ્વાસ પણ ખુદના નથી

શ્વાસ પણ ખુદના નથી,  હું રંક છું,
એ જ કારણથી સદા નિ :શંક છું .
જે હજીયે હોઠ પર આવ્યો નથી,
પ્રશ્ન છું હું પાર્થનો, સાશંક છું .
શૂન્ય હો તો કઈક સર્જન શક્ય છે,
શૂન્યથીયે સાવ ખાલી અંક છું .
તું કથાની સહુ કડી મેળવ હવે ,
લુપ્ત નાટકનો જડેલો અંક છું .
બાળકોને જોઈ આંસુ પી ગયો,
એક વાત માનો સાવ કોરો કટ છું .

Leave a comment

%d bloggers like this: