સભરતા ભળી શ્વાસ માં એમ આજે

સભરતા ભળી શ્વાસમાં એમ આજે
હૃદય પાઠવે આ કુશળતા આજે
અચલ આંખ મીચી, અસલ મૌન ઉંચું,
છતાં શું ફરકતું શબ્દ જેમ આજે ?
તુરત સોપશું, જાત આખી સહજમાં,
તમે જેમ કે’શો ,થશે તેમ આજે .
અહી પણ હશે ને તહી પણ હશે એ,
ગગન ખોદતા  નીકળે હેમ આજે .
પછી એક પળમાં તમે પણ પ્રગટશો,
અમે ખોળશું જો, લઈ નેમ આજે .
અમે તો અમસ્તા અમસ્તાજ ઊભા,
તમે પણ ઊભા છો અહી કેમ આજે ?

Leave a comment

%d bloggers like this: