સ્ત્રી 

જે પાત્રમાં ઢાળો, ઢળી જશે – જળ છે સ્ત્રી,

દરેકના જીવનમાં ભળી જશે – પળ છે સ્ત્રી.
જોઈએ છે તેને સ્નેહ અને સન્માન, ફક્ત,

તે માટે બધાથી લડી જશે – પ્રબળ છે સ્ત્રી.
છેતરાઈ ભલે જાય, જાણવા છતાં ભરોસામાં,

મનને એ તરત કળી જશે – અકળ છે સ્ત્રી.
મંજિલ તેની ફક્ત હૃદયના સ્તર પર સંતોષ.

પ્રેમ આપશો તો મળી જશે – સ્થળ છે સ્ત્રી.
કોશિશ સતત, બધાને ખુશ રાખવાની ‘અખ્તર’,

બધાયને જીવન ફળી જશે – સફળ છે સ્ત્રી.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply