સ્મૃતિ ચિહ્નો

પગલુછણીયા પર પગ લૂછીને આ ઓંરડે આવજો .
બહારની જંજાળ
ધૂળ માટી
જેમ છે તેમની તેમ બહાર ભલે રહેતી .
આ ઓંરડામાં ક્યારેય નહી લાવતા .
તમારા વડદાદા આ ઓંરડામાં રહેતા .
તમારાં વડદાદી આ ઓંરડામાં રહેતા .
દાદા – દાદી અને
બા – બાપુજીએ પણ આ જ ઓંરડામાં
જીવન વિતાવ્યું .
ગૃહદેવતા રૂપે હું બીજા કોઈનેય ગણતો નથી .
જેમને માન્યા છે
એમનાં જ સ્મૃતિચિહ્નો આ ઓંરડાએ
જાળવ્યા છે .
આ ઓંરડે પગલુછણીયા પર પગ લૂછીને આવજો .

Leave a comment

%d bloggers like this: