સ્વાસ્થ્ય વર્ધક પીણું –
સામગ્રી – ૨ મોટા રસદાર આંબળા , મુઠ્ઠીભર તુલસી ના પાન ,મુઠ્ઠીભર ફૂદીના ના પાન ,૧ મોટો ટુકડો આદુ ,૧ મોટોગાંઠીઓ લીલી હળદર .સ્વાદ પૂરતું મીઠું અથવા મધ .
રીત – મીઠું અથવા મધ સિવાય ની બધી સામગ્રી ભેગી કરી થોડું પાણી નાખી મિક્સર માં પીસી લો. હવે તેને ગાળી એમાં મધ અથવા મીઠું સ્વાદ મુજબ ભેળવી રોજ સવારે પીઓ .મીઠું કે મધ નાખ્યા સિવાય પણ પી શકાય છે .શિયાળા ની ઋતુ એટલે વર્ષ ભર નું આરોગ્ય મેળવી લેવાની ઋતુ .આ ઋતુ માં આંબળા સારા મળતા હોય છે અને આરોગ્ય માટે આંબળા ખુબ સારા ગણાય છે .આ પીણા માં આવતા તમામ દ્રવ્યો શરીર નું પોષણ કરી અશક્તિ ને દુર કરનાર છે . તંદુરસ્ત રહેવા માટે નો આ સરળ ઉપાય અજમાવા જેવો ખરો .બરાબર ને !અમે તો ઘર માં બધા પીએ છીએ . તમે શાની રાહ જુઓ છો .શરુ કરી દો કાલ થી જ આ સ્વાસ્થ્યવર્ધક પીણું પીવા નું .અને હા થોડું ચાલવાનું અને મનગમતી કોઇપણ કસરત રોજ કરવાની .પછી જુઓ ચમત્કાર !
અરે ડરી કેમ ગયા ? અડદિયા ,અને વસાણા નાખેલા પોષ્ટિક પાક આરોગવા હોય તો પચાવવા થોડી મહેનત પણ કરવી જોઈએ ને !
આટલું કરશો તો ડોક્ટર ને જરૂર દુર રાખી શકશો .
Leave a Reply