હું અને એકલું- બકુલ વૃક્ષ
એય, તમે બધાએ પેલા નદી કિનારે
સ્મશાનઘાટ પર
મને કેમ
આટલી બધી વાર
એકલો પાડી દીધેલો ?
બધાં ભેગા મળીને
બહાર બેસી આરામથી ગપ્પા મારતા હતા !
ચાલો જાઓ, ભેગા મળીને મૃતદેહને ઠેકાણે પાડો .
હું તો આ ચાલ્યો .
મનમાં મનમાં આ વાત
ઓછામાં ઓંછી
પચાસેક વાર બોલ્યો હતો .
મૂળ કામ માટે આવ્યો હોવા છતાં
હજીયે પેલા ઘાટને છેડે જ
બેસી રહેલો .
એ કેવટ, એ ભાઈ કેવટ
જોતો ખરો, હું સાવ એકલો અટૂલો છું ભાઈ,
તું થોડી મહેરબાની કર, જેથી આ પારથી
પેલે પર હવે જઈ શકું .
ક્યાં છે કેવટ !
પોતાની સાથે વાતો કરતાં કરતાં જ
રાત પડી ગઈ .
સમુદ્રના ખેચાણથી
સવારની ભરતી હવે ઓંટ થઈને
ચૂપચાપ
પાછી ફરી રહી છે .
ટપ …….ટપ ……….
બકુલફુલ ખરે છે હું એકલો …….
મને સમજાય છે કે
આ બકુલ પણ ખુબ એકાકી – ફૂલ .
બકુલ, અરે એ એકાકી બકુલ, આપણે બંને
ભૂમિ પર ખરી રહ્યા છીએ
આ કાર્યરત સ્મશાનમાં .
હું અને એકલું- બકુલ વૃક્ષ
by
Tags:
Leave a Reply