૨૦૧૩ છે જવા માં – ડૉ મુકેશ જોષી

અંધારું રાત નુ છે જવા માં જવા માં,

ને નવલું પ્રભાત છે થવા માં ,થવા માં .

આંક ૧૩ નો છે જવા માં જવા માં ,

ને છે આંક બેકી નવા માં નવા માં .

થાક સાલ સાથે જવા માં જવા માં ,

જુઓ તાજગી નવા માં નવા માં .

ફરિયાદો છે હવે જવા માં જવા માં ,

ફરી જૂની યાદો નવા માં નવા માં .

નિરાશા જાણે છે જવા માં જવા માં ,

આશાઓ અનોખી નવા માં નવા માં .

ઘણાં નુ જીવન છે જવા માં જવા માં ,

ઘણાં આવશે અહીં નવા માં નવા માં .

વધુ એક વર્ષ છે જવા જવા માં ,

હશે કૈવિશેષ નવા માં નવા માં?

ઘણાં ની છે સત્તા જવા માં જવા માં,

વચનો ઘણાં છે હવા માં હવા માં .

હવે છે કસોટી થવા માં થવા માં ,

ઘણાં પડકારો નવા માં નવા માં .

સ્વપ્નો છે અધૂરા જવા માં જવા માં ,

થજો બાકી પુરા નવા નવા માં .

પ્રભુ ને SMS છે જવા માં જવા માં ,

બને રોટી સઘળા તવા માં તવા માં .

 

 

 

 

 

 


Posted

in

by

Tags:

Comments

%d bloggers like this: