ચાલને ફરી પાછા મળીએ,
થાક ઉતરી ગયો હોય તો
આ અલ્પિવરામ ને ખસેડીયે,
સફર હજુ લાંબી છે
પછી નહી પહોંચીએ,
લાગણી પર ચડેલી ધૂળને
આંસુઓ થી લૂછીએ,
ફરી એજ મસ્તી તોફાનના
હિંચકા પર ઝૂલીએ,
મનભેદને નેવૈ મૂકી
મનમેળને સ્વીકારીએ,
એકબીજાની ભૂલને
સ્નેહની હૂંફથી સૂધારીઐ,
વટે ચડેલી વાતને
વ્હાલથી વધાવીએ,
ચાલને ફરી પાછા મળીએ.
Leave a Reply