​હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે,

હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે,

ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે…
ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે,

જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે…
ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી,

મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે…
સહારો આંસુઓનો પણ હવે ‘કૈલાસ’ ક્યાં બાકી,

રુદનના કારણો દુનિયા ખુલાસા વાર માંગે 

    –  કૈલાસ પંડીત


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: