આ ઇન્સ્ટન્ટ રેસીપી છે અને ઘર માંથી મળી આવતી વસ્તુ નો ઉપયોગ કરાતો હોઈ સહેલી થી બનાવી શકાય છે .આજકાલ દરેક ના ઘર માં આ બધી વસ્તુઓ ફ્રીઝ માં હોય જ છે . અને નાના મોટા બધા ને ભાવે તેવી છે .
સામગ્રી :- ગોળ કાપેલી બ્રેડ ની સ્લાઇસ , ટામેટા ની ગ્રેવી અથવા સોસ , બારી કાપેલા ડુંગળી ,ટામેટા અને કેપ્સીકમ જરૂર મુજબ ,ચીઝ ટેસ્ટ મુજબ .
રીત :- બ્રેડ ને ગોળાકાર માં કાપી લો .તેની ઉપર ટામેટા ની ગ્રેવી અથવા સોસ લગાડો .તેની ઉપર બારીક કાપેલા ડુંગળી ,ટામેટા અને કેપ્સીકમ મુકો .તેની ઉપર ખમણેલી ચીઝ નો થર કરો .હવે એક નોનસ્ટીક પેન માં થોડું બટર લગાડી બ્રેડ ને શેકવા માટે ગેસ ઉપર મુકો .ચીઝ ઓગળે ત્યાં સુધી મીડીયમ તાપે શેકાવા દો .ચીઝ ઓગળે અને બ્રેડ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી એક સર્વિંગ પ્લેટ માં બધા બ્રેડ પીઝા ગોઠવી દો . સલાડ થી પ્લેટ સજાવો .મોકટેલ અથવા કોલ્ડ્રીંક સાથે સર્વ કરો .
નોધ : તમને મનગમતા બીજા શાક પણ ટોપિંગ માટે લઇ શકાય જેમ કે બટેટા , કોર્ન ,કોબી વગેરે .
Leave a Reply to Sunita Lodhia on FacebookCancel reply