એક ઘા – કલાપી

કાવ્ય – એક ઘા

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો
રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે ? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો !
ક્યાંથી ઊઠે ? હૃદય કુમળું છેક તેનું અહોહો !

આહા ! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે ? જીવ ઊગરશે ? કોણ જાણી શકે એ ?
જીવ્યું, આહા ! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરી ને.

રે રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે……કલાપી


Posted

in

by

Tags:

Comments

One response to “એક ઘા – કલાપી”

  1. Gujaratilexicon Avatar

    આદરણીય શ્રી,
    જય ગિરા ગુર્જરી, સહર્ષ જણાવાનું કે ૧૩ જાન્યુઆરીનો દિવસ ગુજરાતી લેક્સિકનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણકે વર્ષ ૨૦૦૬માં આ જ દિવસે ગુજરાતી લેક્સિકનનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું.
    ગુજરાતી ભાષા પ્રત્યે આપેલા પોતાના યોગદાનને ‘પાશેરામાં પહેલી પૂણી’ માનનાર ગુજરાતી લેક્સિકનના સ્થાપક, જાણીતા ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ શ્રી રતિલાલ ચંદરયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના સાથોસાથ આ પ્રસંગે ‘રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક’ પ્રતિભાશોધ સ્પર્ધાના પારિતોષિકનું વિતરણ કરવામાં આવશે.
    વિગતો :
    તારીખ : ૧૩ જાન્યુઆરી ૨૦૧૫, મંગળવાર
    સમય : સાંજે ૫.૩૦ થી ૭.૦૦
    સ્થળ : ગુજરાત વિશ્ચકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ.
    આ પ્રસંગે આપને ઉપસ્થિત રહેવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે

    નોંધ: કાર્યક્રમમાં પ્રવેશ માટે અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે જેથી આપના નામની નોંધણી આજે જ [email protected] પર કરાવવા વિનંતી.

Leave a Reply to GujaratilexiconCancel reply

%d bloggers like this: