૧૩૨ મી પુણ્યતિથી નિમિતે સંત શિરોમણી પ. પૂ . વંદનીય શ્રી જલારામબાપા ના ચરણો માં કોટી કોટી વંદન .
“ નામ કહતા ઠક્કર, નાણાં નહી લાગત ,કીતી તણાં કોટડા, પડયા નવ પડંત. ”
આજે મારે લોહાણા, રઘુવંશી, ઠક્કર લોહરાના, સુર્યવંશી , વગેરે અનેક નામોથી પ્રચલીત ઠક્કર સમાજ અને એ ઠક્કર સમાજ માં જન્મેલા સંત તે પૂજય જલારામબાપા વિષે થોડું કહેવું છે.જલારામ બાપાનો જન્મ દિવસ એટલે કારતક સુદ સાતમ . જલારામબાપાને ૨૧૩ વર્ષ થયા . પરંતુ જલારામબાપાની પુણ્ય તિથિ એટલે મહા વદ દસમ . જલારામબાપાની આ ૧૩૨ મી પુણ્ય તિથિ નિમિતે આજે જલારામબાપાને યાદ કરી વંદન કરું છું .
પૂજ્ય બાપા ના અંગ ઉપર સફેદ ઝભ્ભો, સફેદ ધોતી, માથે મોટી પાઘડી, એક હાથમાં લાકડી, બીજા હાથમાં માળા , ડોકમાં પણ માળા , પ્રેમાળ આંખો ,શાંત ચહેરો એટલે જલારામબાપા .બાપની આટલી સમજણ પછી એમની છબી નજર સામે આવીજ ગઈ હશે છતાં એમનાં એક ભજનની બે લીટી લખ્યા વગર નથી રહેવાતું,
જલા તું તો અલ્લા કહેવાયો
અમર તારો લેખ લખાયો …
જલારામબાપા વિષે જાણ્યા પછી તેમનું ગામ વીરપુરમાં ગયા વગર રહેવાય નહીં . અને જઈએ પછી બાપા વિષેનો સાચો ખ્યાલ આવે . તેમનો મંત્ર ખાવો અને ખવડાવો ..
રામ નામમે લીન હૈ, દેખત સબ મેં રામ
તાકે પદ વંદન કરું જય જય જલારામ .
આ સંત વિષે જેટલું લખીએ તેટલું ઓંછું છે .
બોલો શ્રી જલારામબાપાની જય , વીરબાઇ માતની જય …
શિલ્પા ઠકકર
Leave a Reply to Kedarsinhji M JadejaCancel reply