સત્યની ઉપાસના

ગમે તેવું વિરાટ કે વિકરાળ સત્ય હોય
તું નિર્ભયતાથી યોગ્ય સમયે એનો ઉચ્ચાર કરજે .
દિકરી, થોડુંક ખોટું બોલી લેવાથી
અનેક મુશ્કેલીઓંમાંથી બચી જવાય છે
એ તો હળાહળ ભ્રમ છે,
એમ માનીને જે લોકોએ
થોડા સમય માટે ખોટું બોલવાની શરૂઆત કરી
તેઓં તો આ સંસારના જંગલમાં ખોવાય ગયા છે .
બોલાતા સત્યને તું ઝાલી રાખીશ
તો જ જિવાતા સત્યનો તને પરિચય થશે .
આખરે તો મારી દિકરી,
સત્ય જ અધ્યાત્મ છે અને સત્ય જ વિજ્ઞાન છે,
સત્યના ઉપાસકને ઉપદેશની જરૂર નથી .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: