Month: October 2011
-
દીવાળી
સૌ ને મારી દીવાળી ની શુભેચ્છા .તનમનધન ની શુદ્ધિ નો અવસર એટલે દીપાવલી . આપ સૌ ના જીવન માં આ દીપોત્સવ આતમ નું અંધારું દુર કરી જ્ઞાન ના ઓજસ રેલાવે. આપ સૌ ના જીવન માં આનંદ ની છોળો ઉડે , સુખ ની શરણાઈઓ ગુંજે ,પરસ્પર પ્રેમ ના સુરો વહે , અને સુખ સમૃદ્ધિ ની વર્ષા…
-
કાળી ચૌદસ
કાળી ચૌદસ ના આંજ્યા , કોઈ થી ના જાય ગાંજ્યા .
-
સંવાદ
માનવ – ભગવાન મને કરોડપતિ બનાવી દો . ભગવાન – વત્સ તું તો કરોડપતિ જ છે ને . માનવ – શું પ્રભુ ? મારી પાસે લાખ રૂપિયા નથી ને તમે કરોડપતિ કહો છો ? ભગવાન – વિચારી ને ગણતરી કરી જો ,તારા બધા અંગો અમુલ્ય છે પણ કીમત મૂકી જો . હ્ર્દય ,ફેફસા , જ્ઞાનતંત્ર…
-
જિંદગી
મીણ જેવી છે આપણી જિંદગી જે દુઃખ ના જરા અમથા તાપ થી પીગળવા લાગે છે .
-
ફૂલ
ફૂલ તુજ કીસ્મત ના શું કરું વખાણ ? તું મરી ને થાય છે અત્તર , હું કેવળ કાળી રાખ થાઉં છું
-
ઘડતર
પડી જાય ઘર બન્યા પહેલાતો ચણતર ની ખામી છે , બેટા બાપ સામે થાય તો ભણતર ની ખામી છે , શ્રવણ ની માતૃ પિતૃ ભક્તિ છે ભૂમિ ના કણ કણ માં , એ ભૂમિ માં આવું થાય તો નક્કી ઘડતર ની ખામી છે .
-
નુતન વર્ષ ની અભિલાષા
સહુ ને નમન મારા નુતન વરસ ના , નુતન વરસ ના ને હૈયા ના હરખ ના …………….સહુ ને નુતન વરસ ના આ નવલા પ્રભાતે , હળીમળી રહું હું તો સહુ ની સંગાથે , સૌથી સંબંધ રહે નિસ્વાર્થ ના …………………………..સહુ ને સહુ ની સંગાથે રહું ફૂલ ની સુવાસે , કંટક ના બનું કદી કોઈ ની રાહ…
-
દીવાળી
આજ દીવાળી કાલ દીવાળી , ભેગા મળી સૌ ખાય સુંવાળી.
-
જ્ઞાન નું ગણિત
જ્ઞાન નું ગણિત એક કહે ઈશ્વર ભજ , બે કહે બગડેલું તજ , ત્રણ કહે તન મસ્ત બનાવો , ચાર કહે ચતુરાઈ બતાવો , પાંચ કહે પાવરધા રહેજો , છ કહે છળ માં ન વ્હેજો , સાત કહે તમે સેવા કરજો , આઠ કહે અળગા ના રહેજો , નવ કહે તમે રહેજો નમતા , દસ…
-
નુતન વર્ષ ની મંગલ કામના
નથી કામના સ્વર્ગલોક ની ,પ્રભુ સેવા માં વ્યસ્ત રહું , સંકટ સમયે સાંકળ થઇ , હું દુખી જનો ના હાથ ગ્રહું , કુશળ ક્ષેમ વાંછુ સહુ નું , નુતન વર્ષ નું એ નજરાણું , લક્ષ્ય જીવન નું સફળ થાજો સહુનું , મુબારક સહુ ને આ ટાણું .