Month: November 2011
-
સફરજન નું પુડીંગ
સામગ્રી : ૧ મીડીયમ સાઇઝ નું સફરજન , ૨૫૦ ગ્રામ દૂધ , ખાંડ૩ થી ૪ ટે સ્પુન , એલચી પાવડર, વેનીલા એસંસ . સુકોમેવો રીત : દૂધ માં ખાંડ નાંખી ઉકાળો , ઘાટું થાય એટલે ઠંડું થવા દો ,એમાં છાલ ઉતારી ખમણેલું સફરજન નાંખો .એલચી પાવડર ચપટી નાંખો . ૨ થી ૩ ટીપા વેનીલા એસંસ…
-
અંજીર
રોજ ૨ અંજીર ખાઈ ઉપર ગરમ દૂધ પીવાથી કફ ની તકલીફ દુર થાય છે ચહેરા ઉપર ગ્લો આવે છે .
-
સુંઠ
સુંઠ ,ઘી અને ગોળ ને મિક્સ કરી નાની લાડુડી વાળી રાખવી . શિયાળા માં રોજ સવારે એક લાડુડી ખાઈ ઉપર ૧ ગ્લાસ દુધ પીવાથી શરીર પુષ્ટ થાય છે .
-
વાનવા
સામગ્રી : ૧ કપ બેસન ( ચણાનો લોટ ) ,ચપટી અજમો , મીઠું સ્વાદ મુજબ , ચપટી હિંગ અને તળવા માટે તેલ . રીત : સૌ પ્રથમ લોટ ને ચાળી લો .તેમાં અજમો મીઠું અને હિંગ નાંખો અને જરૂર મુજબ પાણી નાંખી પુરી વણી શકાય એવો લોટ બાંધો . મીડીયમ સાઇઝ ની પુરી વણો .જરૂર…
-
માનવ
માનવ છું માનવ બની ને રહું તો સારું , નથી પૂજાવું મારેબેસી ઉંચા આસન ઉપર, નથી પીડવું કોઈને બની દાનવ , સેવા અને દાન ના ઢંઢેરા નથી પીટવા , કોઈ ની ભુખ પ્યાસ બુઝાવું તો ય સારું , નથી માન મોભા ની ખેવના , કોઈ ને સુખ દુઃખ માં સાથ આપું તો ય ઘણું…
-
વહાલી બેની
ખુશનસીબ છે એ બેની , જે મર્યા પછી પણ વીરા ના દીલ માં જીવે છે, બાકી તો જીવતી બેની ની ખબર પણ ક્યાં કોઈ ભાઈ પૂછે છે .
-
દોસ્તી
મે દીલ થી તારી દોસ્તી સ્વીકારી , તારા ભરોસે મે નૈયા હંકારી , પણ એ દોસ્ત , તે તો મધદરિયે મારી નૌકા ડૂબાડી .
-
જગત
જગત ને આપણે બદલી નથી શકવાના ,આપણી દ્રષ્ટિ બદલવાની જરૂર છે .
-
દંભ
દંભી આ દુનિયા માં દમ ભરવા ની ભીતી લાગે છે , છળ કપટ ની એ રીતી લાગે છે , સ્વાર્થના છે સંબંધો સૌ , ગુંગળાઈ ને મરવા ની નિયતી લાગે છે .
-
ચાહત
મરનાર ની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી , કહેછે કે પાછળ થી મરીશ હું પણ કોઈ મરતું નથી , તેનાં દેહ ને આગ માં બળતો જોઈ કોઈ આગ માં પડતું નથી , અરે ! આગ માં તો શું તેની રાખ ને પણ કોઈ અડતું નથી .
You must be logged in to post a comment.