Author: Maya Raichura
-
પર્ણ – ડૉ મુકેશ જોષી
શું થયું આ પર્ણ ને કોને ખબર ? કેમ એ પડ્યું ખરી કોને ખબર ? કાલ સુધી તો એ લીલુંછમ હતું, કેમ પીળું થઇ ગયું કોને ખબર ? રસ નસેનસ માં એના ભર્યો હતો , કોણ સુકવી એ ગયું કોને ખબર ? પ્રાણવાયુ સૌ ને પહોંચાડનાર ના શ્વાસ માં શું ખૂટ્યું કોને ખબર ? એમ…
-
રાતભરસુરજ ને હું જગાડી ના શક્યો – ડૉ મુકેશ જોષી
એક વાચક મિત્ર ડૉ મુકેશ જોષી એ મને એમની સ્વ રચિત ગઝલ ઈમેલ થી મોકલી છે. એ ગઝલ આપ સૌ વાચક મિત્રો સાથે શેર કરું છું .આશા છે આપ સૌ ને જરૂર ગમશે . રાતભર સુરજ ને હું જગાડી ના શક્યો , ચાંદની ની મજા તેણે ચખાડી ના શક્યો . આ બધુ દેખાય છે તે…
-
શિશિર આવી
શિશિર આવી ,શીત વરસાવી ધરતી ને થર થર કંપાવી ઝાકળબિંદુ પાને લાવી હીમ બની ને આવી ……………..શિશિર આવી . શ્યામ રંગ છુપાવી ધરતી શ્વેત વસ્ત્ર અંગે ધરી જાને નીસરી કોઈ પૂજારણ મંદિર વાતે અભિસારે …………….શિશિર આવી . માનવ જન કંપે છે થર થર શિશિર આવી દ્વાર દ્વાર પર થીજી ગયા જળ અવની પથ પર ધુમ્મસ…
-
કહું છું જવાનીને, પાછી વળી જા ……. – અવિનાશ વ્યાસ
કહું છું જવાનીને, પાછી વળી જા કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે મનને ન ગમતું ઘડપણનું ડહાપણ પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે મનની સ્થિતિ હમેશા આશિક રહી છે કાલે જ મેં કોઇને માશુક કહી છે ફરી પાછા મળશું પાગલ થવાને હમણા તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે મુહોબ્બત તો મારો હક છે…
-
સંબંધો
સંબંધો ની માયાજાળ માં એક સંબંધ લીમડા જેવો પણ રાખવો , જે શિખામણ કડવી આપે પણ તકલીફ માં શીતલ છાંયડો પણ આપે .
-
સુખ
સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે , માત્ર આપણે તેની હાજરી ની નોધ લેતા નથી .
-
વિશ્વાસ
કિંમત પાણી ની નહી ,તરસ ની છે , કિંમત મૃત્યુની નહી શ્વાસ ની છે , સંબંધ તો ઘણાં છે જીવન માં , પણ કિંમત સંબંધની નહી , તેના ઉપર મુકેલા વિશ્વાસ ની છે .
-
સમજ
કોણ કહે છે પ્રભુ ના દરબાર અંધેર છે ? હસતા ચહેરા ઘેર ઘેર છે . સુખ દુઃખ તો છે ઈશ્વર ની પ્રસાદી મિત્રો , બાકી તો માનવ નીસમજ સમજ માં ફેર છે .
-
આંસુ
આંખ માંથી તો પછી છેલ્લે નીકળતું હોય છે , પણ ટીપે ટીપું એનું હ્રદય માં બનતું હોય છે . વાત નીકળી છે તો ચાલ તને એ કહી દઉં , એ ભલે લાગે ભીનું પણ ધગધગતું હોય છે . કોઈ પણ ઉમર જાતિ કે પછી ધર્મ હો , હોય હર્ષ નુ તોય ખારાશ પડતું હોય છે…
-
હસ્તરેખા વળી શું? – યામિની ગૌરાંગ વ્યાસ
પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું? સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ? ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે મળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું? નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને…