Author: Maya Raichura

  • ચમન તુજને સુમન -કૈલાસ પંડિત

    ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે, પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે. અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો, ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે. ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી, કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે. ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી, હશે જો…

  • ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું.

    ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું મસ મોટા દંભ તણા તાળાં, સંશયની સાંકળ પગે પડી માણસ આખ્ખાને ખોલી દે કોઈ એવી કળને શોધું છું ઘોંઘાટ, રૂધિર જાણે થઈને, નસ નસમાં વહેતું મનખાની ટહુકા, કલરવ, સાતે સૂરમાં વહેતાં ખળ ખળને શોધું છું સૂરજ અજવાળાને બહાને…

  • અમારા બધાં સુખ તમોને મુબારક – કમલેશ સોનાવાલા

    સંધ્યાના નભમાં છે લાલી શરાબી, પણ ઇશ્ક છે, ફરેબી ને આલમ ખરાબી. અમારા બધાં સુખ તમોને મુબારક, મહેલોની મહેફિલ તમોને મુબારક; તનહાઈયાંમાં યાદી તમારી, અમારા બધા સુખ તમોને મુબારક. પ્રેમ તણી કશ્તી મેં દિલમાં હિલોળી, મૌનનાં ખડક થઈ તમે રે ડૂબાડી; સાગરના મોતી તમોને મુબારક, તનહાઈયાંમાં યાદી તમારી, અમારા બધા સુખ તમોને મુબારક. કરું હાથ…

  • દીકરી

    ક્યાંક વધામણા થઇ અવતરે દીકરી ક્યાંક દુધપાશ માં કેવી થરથરે દીકરી વ્હાલ નુ સદા અમી વર્ષાવે દીકરી ક્યાંક રિવાજો ની વેદીએ બળે દીકરી ક્ન્યાદાન ના પુન કહેવાય દીકરી ક્યાંક જાત ના સોદા માં સબડે દીકરી વિરાંગના સ્વરૂપે પુજાય દીકરી ક્યાંક દ્રષ્ટિમાં નીચી નજરે દીકરી મુક્તિ કેરા આભને આંબે કોક દીકરી ક્યાંક બંધનોના પાંજરે તરફડે દીકરી…

  • સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,

    સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ, રસ્તા મહીં જ આજ તો મંઝીલ મળી ગઈ. સાચે જ મીણ જેવી હતી મારી િજંદગી, દુઃખનો જરાક તાપ પડ્યો ઓગળી ગઈ. મારાથી તોય આંસું વધુ ખુશનસીબ છે, જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ. કહેતી ફરે છે બાગમાં એક-એક ફૂલને, તુજ આગમનની વાત હવા સાંભળી ગઈ. ‘આદિલ’ ઘરેથી નિકળ્યો…

  • એકાંત

    હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય, એકાંતમાં તો જાતને સામે મળી જવાય; સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં, પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય. – આદિલ મન્સૂરી

  • રે મન, ચાલ મહોબ્બત કરીએ – હરીન્દ્ર દવે

    રે મન, ચાલ મહોબ્બત કરીએ નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબ ઘૂઘવતે દરિયે રહી રહીને દિલ દર્દ ઊઠે ને દોસ્ત મળે તો દઇએ કોઇની મોંઘી પીડ ફક્ત એક સ્મિત દઇ લઇ લઇએ પળભરનો આનંદ, ધરાના કણકણમાં પાથરીએ. દુનિયાની તસવીર ઉઘાડી આંખ થકી ઝડપી લે છલક છલક આ પ્યાલો મનભર પીવડાવી દે, પી લે જીવનનું પયમાન ઠાલવી…

  • માતા પિતા -સંતાન ની પ્રથમ પાઠશાળા

    એક રાજા હતો .તે ખુબ કડક સ્વભાવ નો હતો ગુનેગારો ને તે કડક શિક્ષા કરતો .પ્રજા તેનાથી ડરતી હતી એટલે તેના રાજ્ય માં ગુનાઓ બહુ ઓછા થતા અને પ્રજા સુખ ચેન થી રહેતી .કોઈ ને ચોરી ,લુંટફાટ, મારામારી  નો ડર ન હતો .રાજા ના સૈનિકો રાત ના પહેરો ભરતા અને કોઈ કનડગત કરતુ હોય તો…

  • ખોબો ભરી ને અમે

    ખોબો ભરીને અમે એટલું હસ્યાં, કે કૂવો ભરીને અમે રોઈ પડયાં… ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં, કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં… અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં, કે હોડી ખડક થઈ અને નડ્યાં… કયાં છે વીંટી અને કયાં છે રૂમાલ, ઝૂરવા કે જીવવાનો કયાં છે સવાલ… કૂવો ભરીને અમે એટલું રડયાં, કે ખોબો ભરીને અમે મોહી પડયાં……

  • ક્યારે આવશો – શુન્ય પાલનપુરી

    તરસે છે નૈન રાતદિવસ ક્યારે આવશો? મૃગજળ ના બની જાય તરસ ક્યારે આવશો? એક જ મિલનમાં આવાગમન પૂર્ણ થઈ જશે, એક જ મિલન કહી દો કે બસ, ક્યારે આવશો? જીવી રહ્યો છું એમ દિવસ-રાત યંત્રવત જાણે, નથી જીવનમહીં કસ, ક્યારે આવશો? ગઝલો નીરસ, મદીરા નીરસ, જિંદગી નીરસ, ઝંખુ છું શુષ્કતાઓમાં રસ, ક્યારે આવશો? બંડખોર થઈ…