Author: Maya Raichura

  • મારા પપ્પા એટલે બસ મારા પપ્પા

      મારા વહાલા પપ્પા , મજામાં જ હશો . હું પણ મજામાં જ છું . પત્ર ઘણાં સમય પછી લખું છું પણ એક પલ પણ તમને ભૂલી નથી .કેવી રીતે ભુલાય ?જો શ્વાસ લેવાનું ભુલાય તો તમને ભુલાય પણ એ તો અશક્ય છે એવી રીતે તમે પણ મારી સાથે જ શ્વસી રહો છો . તમારી…

  • કોર્ન ભેળ

    કોર્ન ભેળ :- સામગ્રી :-બાફેલા મકાઈ દાણા   ૧ કપ ,બાફેલાબટેટા ,ટામેટા અને કાંદા બારીક સમાંરેલા ત્રણે વસ્તુ મળી ને ૧ કપ ,ખારી સીંગ ફોતરા વગર ની ૧ /૪ કપ  ,ચણાનીદાળ તળેલી મસાલા વાળી  ૪ ચમચી , જાડી સેવ  ૪ ચમચી ,   સેવપુરી ની પુરી ના ટુકડા ૧/૨ કપ  સંચળ પાવડર ચપટી ,લાલ મરચું પાવડર…

  • ગમ ખાઈ ને ભુખ ભાંગી શકું છું

    ગમ ખાઈ ને ભુખ ભાંગી  શકું છું ,આંસુ પી ને તરસ છીપાવી શકું છું , દિલ માં ભલે હો ઉદાસી ,ચહેરા ઉપર સ્મિત ફરકાવી શકું છું , દુ:ખો ને ભૂલી સુખો ની લહાણી કરી શકું છું , કદાચ એટલેજ હારી ને પણ  ,સહુ કોઈ ના દિલો જીતી શકું છું .

  • મેઘરાજા ની મહેર

    બસ , ઇન્તજાર નો અંત આવી ગયો ,બફારા માંથી મુક્તિ અને ભીની માટી ની પહેલા વરસાદ ની મીઠી મીઠી સોડમ. વાહ ! મેઘરાજા ની વાજતે ગાજતે પધરામણી થઇ અને વર્ષારાણી રુમઝુમ કરતા પધાર્યા. વરસાદની અમીધારા વરસતા જ નાના મોટા સૌ આનંદ માં આવી ગયા અને ભીંજાવા બહાર દોડી ગયા.  કોયલ નો મીઠો ટહુકાર અને વરસાદ…

  • તું અડ્યા ની શકયતા સ્પર્શી ગઈ

    તું અડ્યાની શક્યતા સ્પર્શી ગઈ . એ જ કેડી એ જ વાતો આપણી એ જ હુંફાળી જગા સ્પર્શી ગઈ આગળીને એકલી છોડી ગઈ એક વીટીની કથા સ્પર્શી ગઈ હું મને ખુદને હવે ભૂલી જઉં મેં કરેલી આ દુઆ સ્પર્શી ગઈ એટલે તો અવતરે છે આ ગઝલ, એટલે તારી વ્યથા સ્પર્શી ગઈ .

  • ઠેસ ના વાગે

    મુકદ્દરના સિતારાની અસરની ઠેશ ના વાગે, કે ધરતી પર મને આકાશ પરની ઠેશ ના વાગે… નહીં તો ક્યાંય નહીં મળશે વિસામાની જગા એને, જગતમાં કોઇને પોતાના ઘરની ઠેશ ના વાગે… પ્રણયનો પંથ મે લીધો છે આંખોના ઇશારા પર, મને આ આપની ચંચળ નજરની ઠેશ ના વાગે… ચમનમાં કંટકો વાગે તો એ મંજૂર છે અમને, શરત…

  • વાત કૈ ખાનગી રહેવાની નથી

    વાત કૈં ખાનગી રહેવાની નથી, તને ચાહું છું વાત એ કહેવાની નથી… હ્રદય ને મનનો આ કેવો છે ખેલ, એમાં શરીર આ આપણું સામેલ, એમાં મૂંગા ભલે, પણ આંખ છાની નથી, વાત કૈં ખાનગી રહેવાની નથી… પ્રેમ ભલે અંધ પણ લોકોને આંખ છે, એમના શબ્દોને ફૂટેલી પાંખ છે, પ્રેમની વાત કૈં અજાણી નથી, વાત કૈં…

  • મા

    મમ્મી ના ચરણો માં શત શત કોટી વંદન . મમ્મી બોલતા મન ભરાય ,આંખડી છલકાય , એનાથી વધુ ના કાંઈ બોલી કે લખી શકાય , તમારી ખોટ કોઈ થી ના પુરાય . શબ્દો  પણ વામણા લાગે છે , મા ની મમતા આગળ . બે હાથ જોડી અંજલી અર્પું મારી વહાલી મા ને .

  • મારા દીકરા નો લગ્ન પ્રસંગ

    હમણાં છેલ્લા કેટલાક દિવસ થી એક પણ પોસ્ટ મૂકી શકી નથી એનું કારણ છે મારા દીકરા ના લગ્ન . આપ સૌ જાણો જ છો કે ઘર માં લગ્ન પ્રસંગે કેટલી તૈયારીઓ  કરવી પડે છે .બસ એ જવાબદારી નિભાવવા માં એવી અટવાઈ ગઈ  અને અમારા એક જ લાડકા દીકરા ના લગ્ન ની હોશ પણ સર્વે સગા…

  • કોણ પારકું ને કોણ પોતાનું

    કોણ પારકું ને કોણ પોતાનું છે ,બસ સહુ પોત પોતાનું છે , મતલબ હોય ત્યાં સુધી  આસપાસ ભમે છે સહુ  , બાકી તો  હોઈએ જયારે મઝધાર માં , ત્યારે જ કિનારા કરે છે સહુ  .