નૂતનવરસ ની મંગલ કામના

નૂતન વરસ ની મંગલ કામના

નથી કામના સ્વર્ગ લોક ની ,જનસેવા માં વ્યસ્ત રહું ,

સંકટ સમયે સાંકળ થઇ હું દુઃખી જનો ના હાથ ગ્રહું .

કુશળક્ષેમ હું વાંછું સહુ નું ,નૂતન વરસ નું નજરાણું,

લક્ષ્ય જીવન નું સફલ થજો તમ,મુબારક સહુ ને આ ટાણું .

મમ્મી ને કાયમ ની નોકરી

આજે મારી એક મિત્ર એ વોટ્સઅપ  ઉપર મને એક સુંદર કવિતા શેર કરી છે .મને આ સરસ કાવ્ય આપ સૌ સાથે શેર કરવાનું મન થયું .આશા છે આપ સૌ ને પણ ગમશે જ .

Displaying IMG-20151004-WA0001.jpg

દોસ્ત

ચલો કુછ  પુરાને દોસ્તો કે દરવાજે ખટખટાતે હૈ ,

દેખતે હૈ ઉનકે પંખ થકે હૈ ,યા અબ ભી ફડફડાતે હૈ ,

હંસતે હૈ ખીલખીલાકર,યા હોંઠ બંધ કર મુસ્કુરાતે હૈ ,

વો બતા દેતે હૈ સારી આપબીતી,યા સિર્ફ સક્સેસ સ્ટોરી સુનાતે હૈ ,

હમારા ચેહરા  દેખ વો અપનેપન સે મુસ્કુરાતે હૈ ,

યા ઘડી કી ઓર દેખકર હમે જાને કા વક્ત બતાતે હૈ ,

ચલો કુછ પુરાને દોસ્તો કે દરવાજે ખટખટાતે હૈ !

સાભાર ફ્રોમ ગુજરાત સમાચાર .

હેપી ફ્રેન્ડશીપ ડે ટુ ઓલ ઓફ યુ .

કરતા જાળ કરોળિયો… – દલપતરામ

કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય

મે’નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,
પણ પાછો હેઠો પડયો, ફાવ્યો નહિ કો ઘાટ.

એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર
પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર

હિંમત રાખી હોંશથી, ભીડયો છઠ્ઠી વાર,
ધીરજથી જાળે જઈ, પોં’ચ્યો તે નિર્ધાર

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત
ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત…

એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત
આળસ તજી, મે’નત કરે પામે લાભ અનંત.

–  દલપતરામ

પુત્રવધુ

હું ગુજરાતી

આજે એફ.બી પર એક સરસ પોસ્ટ વાંચી. મને ગમી એટલે આપ સૌ મિત્રો સાથે શેર કરું છું .આપ ને પણ જરૂર ગમશે .

છુ ગુજરાતી, ચપટી ગળપણ દરેક શાકમા નાખુ છુઁ,
એ જ શિરસ્તો,હુ હમેશા વાણીમાઁય રાખુ છુ..!!

કઠણ સંજોગો આવે તો, સુકા ચણા ફાકુ છુ,
જીવનની ગતિને તોય હુ અશ્વ જેવી રાખુ છુ.!

ઓછી આવકેય દરિયાવ થઇને, મન મોટુ રાખુ છુ,
આંગણે આવે કોઇ તો,ન કદી હુ એને ધુત્કારુ છુ.!

નાત-જાત,ધર્મના નામ પર સહિષ્ણુતા રાખુ છુ,
વારસ છુ હુ બાપુનો,સત્ય અહિંસામા માનુ છુ.!

વેપાર કાજે દેશ દેશાવર ખેપ સદા મારુ છુ,
રહુ ગમેત્યાઁ,માહ્યલો તો હુ એજ ગુજરાતી રાખુ છુ.!

ચારણ કન્યા -ઝવેરચંદ મેઘાણી

કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી ની આ રચના થી ભાગ્યે જ કોઈ અજાણ હશે . આ પ્રસંગ બન્યો હશે ત્યારે એ પોતે હાજર હશે અને આ ચારણ કન્યા ના શૌર્ય ને જોતા કવિ ના મુખે થી આ કાવ્ય સરી પડ્યું. અમે ભણતા હતા ત્યારે આ કાવ્ય અભ્યાસ ક્રમ માં હતું અને મને એ ખુબ ગમતું .આશા છે આપ સૌ ને પણ ગમશે જ .

સાવજ ગરજે!

વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં

ગરજે ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓના જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે

કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ લસ કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઉઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

ઊભો રે’જે

ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ કન્યા

ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

– ઝવેરચંદ મેઘાણી .

એક ઘા – કલાપી

કાવ્ય – એક ઘા

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો
રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે ? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો !
ક્યાંથી ઊઠે ? હૃદય કુમળું છેક તેનું અહોહો !

આહા ! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે ? જીવ ઊગરશે ? કોણ જાણી શકે એ ?
જીવ્યું, આહા ! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરી ને.

રે રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે……કલાપી

વહુ છે મારી લાડકવાયી – માયા રાયચુરા

વહુ છે મારી લાડકવાયી ,લક્ષ્મી નો અવતાર ,

એ હસે તો ફૂલડા ઝરે , બોલે તો ટહુકાર ……..વહુ છે મારી

ખુશીઓ નો તું છે ખજાનો ,ગુણો નો ભંડાર ,

તું  છે અમારા ઘર ની રોશની ,ઝગમગાટ થાય ….વહુ છે મારી

તું છે અમારી ફૂલવેલી , લજામણી નો છોડ ,

રાતરાણી થઇ મહેકે સદા તું ,મારા દીકરા ની ચિતચોર …વહુ છે મારી

દીકરો મારો રાજા ને તું છે ,લાડકી વહુ રાણી ,

આપણે સહુ ભેગા મળી ને, સુખ ની કરીએ  લહાણી …….વહુ છે મારી

જન્મદિવસ આજે તારો ,અમારો તહેવાર ,

સદાય સુખી રાખે પ્રભુ તમને ,સુખ આપે અપરંપાર …વહુ છે મારી

જીવન બાગ મહેકે સદા તમારો , દુઃખ ન ફરકે પાસ ,

આશિષ સિવાય બીજું શું આપું તને શું છે મારી પાસ ……વહુ છે મારી

કવિતા આ ભેટ છે મારી , અંતર ના ઉદગાર,

ગમે તને તો સંઘરી રાખજે ,હર્દય ના ભોંયરા માંય ……..વહુ છે મારી

–  માયા રાયચુરા

કાર્ય અને કર્મ

અછાંદસ કાવ્ય –
જેમ કોઈ નદી પોતે પાણી પીતી નથી
અને કોઈ વૃક્ષ પોતે ફળ ખાતાં નથી
તે જ રીતે મારી પુત્રી ,
સજ્જનો અને સન્નારીઓં
પોતાની જિંદગીની શ્રેષ્ઠ ઉપલબ્ધિઓં
સહુને આપવા તત્પર રહે છે.
પરોપકાર જ્યાં સુધી સ્વભાવ ન બને
ત્યાં સુધી આપણે કરેલી સેવાઓ
માત્ર કાર્ય જ બની રહે છે મારી દીકરી .
કાર્ય અને સેવા વચ્ચેનો તફાવત તું જાણે છે
કાર્ય તો નાનું અમથું કામ છે
અને સેવા તો આપણું જીવન કર્મ બને બને છે.