જે કંઈ બન્યું તે બધું કોઈકવાર કહીશ તને,

જે કંઈ બન્યું તે બધું કોઈકવાર કહીશ તને, અને જે બની ના શક્યું, કોઈકવાર કહીશ તને. આમ તો જીવન સરળ, મારું વીત્યું છે પણ, આ ‘પણ’ એટલે શું તે, કોઈકવાર કહીશ તને. તડ ને ફડ કાયમ હું કરતો રહ્યો છું તોય પણ, કેમ હું ગમતો રહ્યો છું, કોઈકવાર કહીશ તને. કોઈ જીવતદાન દેવા ત્યાં થોડા […]

આમ તો કહેવાય નહીં પણ કહી દીધું અમે,

આમ તો કહેવાય નહીં પણ કહી દીધું અમે, કોઈથી સહેવાય નહીં પણ સહી લીધું અમે. શમણું ગણીને આંખમાં રોકી એ ક્યાં શક્યા? આંસુ બનીને આખરે બસ વહી લીધું અમે. કિનારો કઈ દિશામાં જલદી આવી મળે? વિચારતાં મઝધારમાં પણ રહી લીધું અમે. રાખીને યાદ કેવું, ભૂલકણું થવું પડયું. હોઠે તો નામ હતું જ પણ નહી લીધું […]

ચાર લીટીનો કાગળ થઈને – ધ્રુવ ભટ્ટ

લો….. ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા હરૂભરૂનો ખયાલ લઈને અક્ષરમાં ઓગળતા આવ્યા. આમ જુઓ તો લખવા જેવું કામ નથી કંઈ અને છતાં છે જુદાં ગણો તો આપણ બેનાં નામ નથી કંઈ અને છતાં છે નામ-કામ-કારણનો સઘળો ભાર તજીને હળવા આવ્યા ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા લખવામાં તો કાં, કેમ […]

યાદમાં મળીએ પળેપળ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

યાદમાં મળીએ પળેપળ, ક્યાંક તું ને ક્યાંક હું, કાપીએ ચૂપચાપ અંજળ, ક્યાંક તું ને ક્યાંક હું આ ઉપરની સ્વસ્થતા, સૌને હસી મળવું સદા, ને ઉભા અંદરથી વિહ્વળ, ક્યાંક તું ને ક્યાંક હું બારણે ઉભા હશે, સૂતા હશે, ઊઠ્યા હશે, રોજ બસ કરીએ અટકળ, ક્યાંક તું ને ક્યાંક હું વ્યસ્ત એવા કે સતત આ જાત જોવાનો […]

થઇ શકે તો તું પણ થોડો વિચાર કર,

થઇ શકે તો તું પણ થોડો વિચાર કર, આજનો તો ના કર્યો, પણ કાલનો તો કર. એ પણ કહું છું કે કોનો વિચાર કર. થોડોક તારો ખુદનો, થોડો બીજાનો કર. જોઇને તેલને કશું નક્કી થતું નથી, એમ કર કે તું હવે, એની જ ધાર કર. હોય ખાડી કે પછી સાગર તું પાર કર, ક્યારનો કહું છું, કે ઓછો તું ભાર કર. ઉતાવળે તો […]

અથ થી ઇતિ સુધી મેં મૌન લખાવી નાખ્યું,

અથ થી ઇતિ સુધી મેં મૌન લખાવી નાખ્યું, શબ્દ એકેય ના મળ્યા, ત્હોયે પતાવી નાખ્યું! ભૂલથીતો ભૂલથી પણ નામતો મારુ હતુું, ખુદ એના હાથથી જો મેં કઢાવી નાખ્યું. માનતા મારી નહીંતો કો’કની ફળી હશે, એમ માની નાળીયેર આખુ વધેરી નાખ્યું. એમ પણ નહોતુું કે સઘળું ગુલાબી હતુું, એ ખરુું કે જે મળ્યું મેં વધાવી નાખ્યું […]

શરુઆતમાં એ થોડુક એવું લાગશે,

શરુઆતમાં એ થોડુક એવું લાગશે, ઝેર પણ ગળ્યા જેવું પછી લાગશે. વાાંચવા એનું વર્ણન તો મળ્યુંનથી, ચાલ ચાખ, અનુભવ જેવું લાગશે. થઇ શકે તો તું ય થોડો પ્રેમ કર, હર શહેર વતન જેવું લાગશે. એકાંતમાં હુંફ કોણ બીજુાં દે વળી? જે હશે તે તને ઇશ્વર જેવું લાગશે. સબંધ કે સમય બદલાયો હશે? એ જ આયનામાં  […]

એમ કયાં લખાય છે ગઝલ વળી સહેજમાં?-ડૉ મુકેશ જોષી

એમ કયાં લખાય છે ગઝલ વળી સહેજમાં? શું લખાયેલી પછી વંચાય છે સહેજમાં? વાહ વાહ ને ગઝલ? તુ જરા ચેતી જજે પ્રેમથી લે પૂછી, સમજાય છે સહેજમાં? એમ કયાં મૃત્યુ રસ્તે રઝળતુ હોય છે? રાહ જોતાં જિંદગી, વીતેય  છે સહેજમાં? ઉદયની પળ કાલની, છપાઇ છે પંચાંગમાં, તેથી સુરજ થી આથમી શકાય છે સહેજમાં. ચાલ થોડીવાર […]

શબ્દનો અર્થ ખુદ એની જ સામો થઈ ગયો,- ડૉ મુકેશ જોષી

શબ્દનો  અર્થ ખુદ એની જ સામો થઈ ગયો, જોતજોતામાં પછી ઝઘડો નકામો થઈ ગયો. વાત બહુ આગળ વધે એમાંય શું મજા વળી? એટલે ખામોશ રહ્યો તો શબ્દ નકામો થઈ ગયો. શબ્દયાત્રામાં વળી થાક જેવું હોય કંઈ? મંઝીલ ગણી મથ્યા અમે, એ વિસામો થઈ ગયો, કામની સાથે અહીં કેમ નામ પણ બદલાય છે? રામચંદ્ર  નામ એનું […]

કિનારાના ઉછળતા મોજા જોઈ ડર લાગે છે,

કિનારાના ઉછળતા મોજા જોઈ ડર લાગે છે, મઝધારે જોઉં તો દરિયો ઘણો શાંત લાગે છે પડછાયા સાથે વાતોની ભલે તેં ટેવ પાડી છે, પછી ના કહીશ કે રાતે મને એકાંત લાગે છે. તારી જેમ એણે પણ કરી દોડધામ લાગે છે, મૃત્યુ પછી જો નાડીને કેવી નિરાંત લાગે છે. પર્વતને જોઈ ચઢાવ-ઉતારની યાદ આવે છે, ફરક […]

%d bloggers like this: