ગુલાબજળ

ઠંડા પાણી માં થોડું ગુલાબજળ મેળવી તેનાં થી દિવસ માં ૨-૩ વાર ચહેરો ધોવા થી ગરમી માં સારું લાગે છે .આંખો ઉપર પણ ગુલાબજળ ના કોટન પેડ રાખવાથી આંખો ની બળતરા માં રાહત થાય છે .

ઇન્સ્ટન્ટ ફિરની

વધેલા ભાત , દૂધ , ખાંડ નાંખી મિક્સી માં એકરસ કરી લેવું .એલચી ,જાયફળ નો પાવડર ચપટી નાખવો અને એક બાઉલ  માં કાઢી સુકામેવા ની કતરણ થી સજાવી ફ્રીજ માં ઠંડું કરવા મુકો . નાની નાની માટી ની કુલડી માં અલગ અલગ સર્વિંગ પણ કરી શકાય .

વધેલા ભાત

જો ભાત વધ્યા હોય તો મિક્સી માં ૧ કપ ભાત ,૨-૩ ચમચી રવો અને ૨-૩ ચમચી દહીં નાંખી પીસી લેવું અને તેમાં ઝીણા સુધારેલા કાંદા , ૧/૪ ચમચી આખું જીરુ , બારીક કાપેલું લસણ ,બારીક કાપેલા આદુ ,મરચા અને કોથમીર નાંખી સ્વાદ મુજબ મીઠું નાંખી ખીરું બનાવો અને નોન સ્ટીક તવી માં ૧ ચમચો ખીરું […]

દુધી નો હલવો

દુધી નો હલવો  વધ્યો હોય તો તેમાં દૂધઅને થોડી ખાંડ  નાંખી મિક્સી માં ચર્ન કરી લેવા થી ટેસ્ટી મિલ્ક શેક તૈયાર થશે. ઉપર થી મગજતરી ના બી , બદામ પીસ્તા ની  કતરણ નાખવી .ટેસ્ટી અને હેલ્ધી મિલ્ક શેક તૈયાર .

સુંઠ

સુંઠ ,ઘી અને ગોળ ને મિક્સ કરી નાની લાડુડી વાળી રાખવી . શિયાળા માં રોજ સવારે એક લાડુડી ખાઈ ઉપર ૧ ગ્લાસ દુધ પીવાથી  શરીર પુષ્ટ થાય છે .

%d bloggers like this: