ખજુર

રોજ ૨ પેશી ખજુર ખાવા થી હિમોગ્લોબીન વધે છે .

ઘડપણ

બાળપણ નું ખાધેલું અને જવાની નું કમાયેલું ઘડપણ માં કામ આવે.

કેળા

કેળા મા નાનો કાપો મૂકી ૨ એલચી ના દાણા અંદર ભરી આખી રાત રહેવા દઈ બીજે દિવસે એ કેળુ ખાવાથી સરળતા થી પચે છે અને શરદી ખાંસી પણ નથી થતા .

કમળકાકડી

રોજ સવાર સાંજ જમ્યા પછી ૨ કમળકાકડી ખાવાથી  મગજ ની કાર્ય ક્ષમતા વધે છે .કમળ કાકડી નો અંદર નો લીલો ભાગ કાઢીનાખવો .

મગ

મગ ચલાવે પગ . એટલે કે રોજ બાફેલા , ઉગાડેલા મગ નો ઉપયોગ કરવાથી શરીર  તંદુરસ્ત રહે છે અને વજન પણ ઘટે છે .

બદામ

૨ બદામ ને રોજ રાતે  પાણી માં  પલાળી   છાલ ઉતારી સવારે ખાવા થી   યાદશક્તિ  સારી થાય છે.

આધાશીશી

ત્રણ  દિવસ સવારે  નરણા કોઠે  ઘી અને ગોળ એક ચમચી  મેળવી  ખાવા થી  આધાશીશી નો દુખાવો મટે છે .

રોજ લસણ નો ઉપયોગ કરવાથી

રોજ લસણ નો ઉપયોગ કરવાથી  લોહી પાતળું રહે છે અને  વાયુ ના રોગો માં પણ રાહત  મળે છે .

રોજ રાતે ગંઠોડા નો ચપટી પાવડર અને

રોજ રાતે ગંઠોડા નો ચપટી પાવડર અને ખાંડ  નાંખી ઉકાળેલું  દૂધ પીવાથી  ઊંઘ  સારી આવે છે અને અનિંદ્રાની  તકલીફ  દુર થાય છે .

રવા નો શીરો વધ્યો હોય તો

રવાનો  શીરો વધ્યો  હોય  તો  તેનું  પુરણ  રોટલી માં  ભરી  ઘી  મૂકી શેકી  લો . સ્વાદિષ્ટ  પુરણપોળી તૈયાર .