થોડુ હસી લો

હળવી રમૂજ 

હસો અને હસાવો

ગુજરાતી રમુજ :

બાપુ:- આ ટામેટા કેમ આપ્યા?

શાકવાળી:- 20 ના 500

બાપુ:- તો હાલો ગણવા માંડો.
???????

ગુજરાતી રમુજ :

એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવા ગયા,

ઓફિસર – નોટ ફાટેલી છે, બીજી આપો

બાપુ – હું મારા એકાઉંટમાં જમા કરાવું છું, ફાટેલી હોય કે નવી તારે શું?
????????

???????

ગુજરાતી રમુજ :

બાપુ  એ બેંક લોંન પર કાર લીધી હપ્તા ના ભર્યા તો બેંક વાળા કાર પછી લઇ ગયા.

બાપુ :- પહેલા ખબર હોત તો લગન પણ લોન લઈને  કરત.
????????

ગુજરાતી રમુજ :

બાપુનો અકસ્માત થયો. ડોક્ટર: “ટાકા લેવા પડશે.”

બાપુ: “કેટલા રૂપિયા થશે?”

ડોક્ટર: “૩૦૦૦”

બાપુ: “નવરીના ટાકા લેવાના છે, ભરતકામ નથી કરવાનું.”
????????

ગુજરાતી રમુજ :

બાપુ: “ડોકટર તમે મારો દારૂ છોડાવી શકો છો?”

ડોક્ટર: “ચોક્કસ, સો ટકા”

બાપુ: “તો પોલીસ ચોકી માં મારી ૪૦ બોટલો પડી છે, છોડાવી આપો”
????????

ગુજરાતી રમુજ :

પોલીસ: “અમે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે”

બાપુ: “હે ??????”

થોડી વાર વિચાર્યું પછી…. “તો હાલો ગરબા ચાલુ કરો”

????????

ગુજરાતી રમુજ :

બાપુએ પહેલીવાર પોતાની ગર્લ ફ્રેન્ડના ખભે હાથ મુક્યો અને હળવેકથી બોલ્યા, “I LOVE YOU”

ગર્લફ્રેન્ડઃ “જોર સે બોલો”

બાપુ- “જય માતાજી”
????????

ગુજરાતી રમુજ :

બા: મેં આજે ટોકીઝ માં “પા” પિક્ચર જોયું .

બાપુ: ગઈ તી તો આખું જોઈ ને જ આવવું હતું ને..

????????

ગુજરાતી રમુજ :

બાપુ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો

બાપુ : શું કરે છે?

ભીખારી: ખાઉં  છું.

બાપુ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ?

ભીખારી: ના  કાલે  શાક  ગરમ  કરવા  દીધું  તું  એ  હજુ  નથી  આવ્યું.
????????

ગુજરાતી રમુજ :

બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે?

બીજા બાપુ- ‘ગુગલ બા’

બાપુ- કેમ લ્યા આવું નામ?

બીજા બાપુ- પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.
????????

ગુજરાતી રમુજ :

બાપુ બીડી પિતા હતા..

મગન: બાપુ તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા?

બાપુ: તે ના નીકળે આ તો CNG બીડી છે

F

?????????

ગુજરાતી રમુજ :

બાપુ હોટલ મેનેજરને ગુસ્સેથી:-  આવડી નાની ઓરડી? એમાં એક ટેબલ, એક પંખો છે ને ભાડું ૧૫૦૦ રૂપિયા ? અમને લુંટવા બેઠા છો?

હોટલ મેનેજર:- ખમ્મા બાપુ ખમ્મા ” રૂમ જોવાનો હજી બાકી છે આતો લીફ્ટ છે”

???????

ગુજરાતી રમુજ :

દારૂના લીધે બરબાદ થયેલ બાપુએ કસમ ખાધી,

ને ઘરમાંથી દારૂની ખાલી બોટલો ફેકવા લાગ્યા,

પેલી ફેકી ને બોલ્યા – તારા લીધે મારી નોકરી ગયી

બીજી ફેકી – તારા લીધે મારું ઘર ગ્યું, 

ત્રીજી ફેકી – તારા લીધે મારું બૈરું ગ્યું,

ચોથી ભરેલી નીકળી,

તો કહે – તું સાઈડમાં આવી જા આમાં તારો કઈ વાંક નથી

??????

હસો ને હસાવો

પત્નિ: આજ તો દુકાનદાર મને  છેતરવાનો જ હતો.. મેં સાબુદાણા લીધાં, ને એમાં ખાલી દાણા જ હતાં… સાબુ તો હતો જ નહીં… ???
??? 

પતિ: વાહ.. કેવાં મારાં નસીબ?? સારું થ્યું તે વાઘબકરી ચા ના માંગી.. ??

હસી મજાક

पति :- “मेरी शर्ट उल्टी करके प्रेस करना…”
पत्नि :- “ठीक है..!!!”
पति ने 10 मिनिट बाद पूछा “मेरी शर्ट प्रेस हो गई…”
पत्नि :- “नहीं….”
पति :- ” क्यों…!!!!!”
पत्नि :- ” उल्टी नहीं आ रही है…”????

?????

​આજની રમૂજ…

એક માણસ  મરણ પથારી એ હતો, એક -બે દીમાં જ ઉકલી જાય એમ હતો.
કોઈ એ કીધું, “એલા હવે તો भगवान् નું નામ લે”
તો ક્યે, “નામ શું  લેવું હવે ?

એક -બે દીમાં તો રૂબરૂ મળવું જ છે ને?!”
?? Very positive person

ફાફડા જલેબી

પત્ની – આજે તમે આટલા બધા ફાફડા જલેબી ઝાપટી ગયા તો રોજ ટીફીન કેમ ઓછુ ભરવા નું કહો છો ?

પતિ – અરે !આજે રજા છે  રસોડા માં અને ઓફીસ  બન્ને માં .રોજ તો અડધું પેટ બોસ ની ડાટ ડપટ થી જ ભરાઈ જાય છે અને અડધું ………..

ટાઈમ પાસ

૧  કાશ્મીર અને વાઈફ મા શું સમાનતા છે ?

એમ તો બેય સમસ્યા જ છે પણ જો પડોશી નજર બગાડે તો બહુ ગુસ્સો  આવે છે .

૨  છોકરીઓ ની અડધી ઉમર સારા પતિ ની તલાશ માં અને બાકીની અડધી ઉમર પતિ ની તલાશી માં જ વહી જાય છે .

૩  આજ નો સુવિચાર – બદામ ખાવાથી એટલી અક્કલ નથી આવતી જેટલી લગ્ન કર્યા પછી આવે છે .

૪  મીડિયા અને પત્ની માં શું સમાનતા છે ?

જ્યાં સુધી એક ની એક વાત સો વાર નાકાહે ત્યાં સુધી બે માં થી એકેય ને ચેન પડતું નથી .

૫  પીઝા  શું છે ?

પીઝા -એક એવું પરોઠું કે જે હાયર એજ્યુકેશનમાટે પરદેશ ગયેલું .

આણેતો ઉપાડો લીધો

હાસ્ય લેખક શ્રી સાંઈરામ દવે નો વીડીઓ જોયો અને મને મજા આવી હાસ્ય ની સાથે ઘણી ગંભીર વાત વ્યસન અને તેના પરિણામો ની કરી .આપ સૌ વાચક મિત્રો સાથે આ વીડીઓ શેર કરું છું. આશા છે આપ સૌ ને પણ ગમશે .

થોડું હસી લો

૧. બાપુ એ એ.સી લીધું .બીજા દિવસે શોરૂમ વાળા  ને મારી મારી ને ધોઈ નાખ્યો .

ડીલરે પૂછ્યું કે શું  થયું ?

બાપુ બોલ્યા , ડોબા ,૧.૫ ટન નું એ.સી લીધુંતુ ઘેર જઈ ને વજન કર્યું તો ૩૫ કિલો જ થયું .

૨. બાપુ મુંબઈ માં છોકરી જોવા ગયા .

કન્યા – તમે શું કરો છો ?

બાપુ – ગ્રીન વુડ સ્ટીક નો બીઝનેસ

કન્યા – જરા ડીટેલ માં બતાવો ને !

બાપુ – દાતણ વેચું છું .