કોણ સાચું

નિષ્ણાતો પણ ભૂલ કરે છે !
હોસ્પિટલમાં દાખલ થયેલ પુરુષ વ્યક્તિને તપાસીને નિષ્ણાત ડોકટરે દર્દીની પત્નીને દિલગીરી સાથે કહ્યું : ` બહેનશ્રી, મને માફ કરજો ! તમારા પતિ હવે આ દુનિયામાં રહ્યા નથી . તેમનું અવસાન થઈ ગયું છે !’
એ જ સમયે પલંગ પલંગ પરથી ધીમો અવાજ સંભળાયો : ` ના, હું હજી મર્યો નથી ! જીવતો છું !?’
– પરંતુ પત્નીથી બોલાઈ ગયું : ` તમે મૂગા રહો, ડોક્ટર સાચા કે તમે ?’

બીલીપત્ર

એક માજી મહાદેવજી ના મંદિર માં પૂજા કરતા હતા .માજી એ શિવલિંગ આગળ એક બિલ્લી અને એક પત્ર (કાગળ ) ધર્યો .પૂજા કરી બહાર નીકળ્યા એટલે એક વ્યક્તિ એ પૂછ્યું કે આવું કેમ કર્યું તો માજી એ કહ્યું કે ‘આજે બીલીપત્ર ના મળ્યા એટલે .’

થોડું હસી લો

એક કવિ સંમેલન માં એક બેને કવિ શ્રી સુરેશ દલાલ ને પૂછ્યું ,’તમે આટલું સરસ કઈ રીતે લખો છો ‘? ત્યારે કવિ એ જવાબ આપ્યો કે બેન હું સુરેશ દલાલ છું ,તરલા દલાલ નહી .

પતિ પત્ની

પતિ એ પત્ની ને કહ્યું ,’ મારું મગજ ના ખા .’

પત્ની બોલી ,’ હું પ્યોર વેજીટેરીયન છું .’

હા   હા    હા .

સીટી

એક ડોશીમાં વોટિંગ કરવા જઈ રહ્યા હતા . તે મતદાન કેન્દ્ર માં જવાનો રસ્તો શોધી રહ્યા હતા .એક સિક્યોરીટી પોલીસ ની નજર પડી એટલે તેણે સીટી વગાડી માજી ને રોકવા પ્રયત્ન કર્યો ,પણ માજી એ સાંભળ્યું નહી એટલે તે દોડી ને માજી ની પાસે ગયો અને કહ્યું, ‘માજી મેં  કેટલી સીટી  વગાડી તમે સાંભળી નહી ?ત્યારે માજી એ જવાબ આપ્યો , મારા રોયા , મારે આ ઉંમરે તારી સીટીઓ સાંભળવાની છે ?’