અમૃત ઉકાળો 

? *અમૃત ઉકાળો* ?
*શરદી, ખાંસી, તાવ, એલર્જી, બાળકો ના રોગ માં 100% અસરકારક.*
ઘરે બનાવવાની રીત:

(બે વ્યક્તિ માટે)

ચાર કપ પાણી 

એક ચમચી હળદર 

સ્વાદ અનુસાર નમક

છીણેલું આદુ (અંદાજે એક ઇંચ)

સાત મરી 

સાત લવિંગ

સાત તુલસી પાન 

ત્રણ પાન અજમા optional

પાંચ પાન ફુદીનો optional
બધુજ મિક્સ કરી ને ધીમા તાપે પાણી અડધું (૨ કપ) રહે ત્યાં સુધી ઉકાળો. ત્યાર બાદ સ્વાદ અનુસાર લીંબુ ઉમેરો.

*અમૃત ઉકાળો* તૈયાર છે.
√સવારે ખાલી પેટ લો.

√ચા બંધ કરો.

√દિવસ માં 3-4 વખત લઇ શકાય.

√બાળકો ને ખુબ લાભ થાય છે.

√ *તાવ, શરદી, ખાંસી, એલર્જી, ગેસ, અપચો, વગેરે માં 100% લાભપ્રદ.*

√એક વર્ષ ની આયુ ના બાળક ને એક ચમચી આપી શકાય. દિવસ માં ત્રણ કે ચાર વખત.

√પહેલા દિવસ થી જ ફાયદો થાય છે.
*આ અમારો અનુભવ સિદ્ધ પ્રયોગ છે. અત્યારે સૂર્યનારાયણ ની ગેરહાજરી માં જરૂર પ્રયોગ કરો. બીજા ને ફોરવર્ડ કરવા વિનંતી.*
? *મહેમાન ને ચા ની અવેજી માં અમૃત ઉકાળો આપો.*

મઠ ના ખાખરા – હેલ્ધી અને પોષ્ટિક નાસ્તો .

સામગ્રી – ૧ કપ ઘઉં નો લોટ , ૧ કપ મઠ નો લોટ ,મોણ માટે તેલ ,સ્વાદ મુજબ મીઠું ,૧ ટીસ્પુન સફેદ તલ,  ૧ ટી સ્પુન હળદર ,૧ ટીસ્પુન લાલ મરચું પાવડર ,૧ ટીસ્પૂન ધાણાજીરું પાવડર ,૧/૨ ટીસ્પૂન હિંગ અને જરૂર પૂરતું પાણી .

રીત – સૌ પ્રથમ એક વાસણ માં બન્ને લોટ ચાળી ભેગા કરો .હવે તેમાં ઉપર મુજબ ના બધા મસાલા ,તલ ,મીઠું ,તેલ નું મોણ ,હિંગ બધુ સારી રીતે મિક્સ કરો .હવે થોડું થોડું પાણી લઇ રોટલી ના જેવો લોટ બાંધો. એને તેલ થી કેળવી લો . હવે લુઆ કરી બધી રોટલી વણી લો રોટલી ખાખરા માટે જેટલી પાતળી વણાય એટલી વણો .હવે રોટલી ઉપર થોડું ઘી અથવા તેલ લગાડી કડક શેકી લો .મસાલા વાળી ચા અને રાઈવાળા આથેલા મરચા અથવા મેથિયા કેરી ના સંભાર ની સાથે ખાખરા સરસ લાગે છે .

શિયાળા માં આ ખાખરા ખાવાની મજા કૈક ઔર જ છે .ટ્રાય કરો અને મને કેજો કેવી લાગી આ  રેસીપી .

વઢવાણી મરચા નું અથાણું

વઢવાણી મરચા નું અથાણું :-

સામગ્રી :- નાના કુમળા વઢવાણી મરચા ૨૫૦ ગ્રામ ,રાઈ ના કુરિયા ૨ મોટી ચમચી ,૨ થી ૩ લીંબુ નો રસ ,મીઠું સ્વાદ પ્રમાણે અને સરસિયું તેલ અથવા સીંગ તેલ ૨ ચમચી.

રીત :- સૌ પ્રથમ મરચા ને પાણી થી ધોઈ કોરા કરીવચ્ચે થી કાપા કરી   લો .હવે તેમાં થોડું મીઠું નાખી ૫ થી ૬ કલાક  ઢાંકી ને રાખી મુકો .હવે તેમાંથી મીઠાનું પાણી છુટ્યું હોય તે કાઢી નાંખો અને મરચા ને એક સ્વચ્છ કપડા માં કોરા કરો તડકા માં અથવા પંખા નીચે થોડીવાર રહેવા દો .હવે એક વાસણ લઇ તેમાં સાફ કરેલા રાઈ ના કુરિયા ,લીંબુ નો રસ ,મીઠું અને તેલ લઇ ને ફીણો.બરાબર ફિણાઈ જાય એટલે તેમાં કોરા કરેલા મરચા ભેળવી દો અને બરાબર મિક્સ કરો. હવે આ તૈયાર થયેલા મરચા ને એક સ્વચ્છ કાચની કે પ્લાસ્ટિક ની  એર ટાઈટ બરણી માં ભરી લો અને ફ્રીઝ માં રાખો .ઘણાં દિવસ સુધી સારા રહે છે .ખાખરા, થેપલા, પૂરી કે દાળભાત ,ખીચડીકઢીનીસાથે ખાવા ની મજા આવે છે .

ફરાળી ફરસી પુરી

ફરાળી ફરસી પૂરી

સામગ્રી :- ૧ કપ ફરાળી લોટ જે બજાર માં તૈયાર મળે છે તે , સિંધવ નમક સ્વાદ અનુસાર ,૧/૪ ટીસ્પુન આખું જીરું ,૧/૪ ટીસ્પૂન મરી નો ભૂકો , ઘી અથવા તેલ મોણ માટે ૨ થી ૩ ટે સ્પુન ,અને તળવા માટે તેલ અથવા ઘી ,જરૂર પૂરતું દૂધ અથવા જળ લોટ બાંધવા માટે .

રીત – સૌ પ્રથમ એક વાસણ માં લોટ ચાળી તેમાં જીરું ,સિંધવ નમક ,મરી નો ભૂકો અને ઘી અથવા તેલ નું મોણ નાંખો .પછી તેમાં દૂધ થવાપાણી લઇ કડક પુરી નો લોટ બાંધો .નાના ગોયણા કરી પુરી વણી લો અને તેમાં ચાકુ થી છેદ કરો .બધી પુરી વણાઈ જાય પછી એક કડાઈ માં તેલ અથવા ઘી ગરમ કરવા મુકો .ગરમ થાય એટલે બધી પુરીતળી લો .ઠરે એટલે એક એર ટાઈટ ડબ્બા માં ભરી લો .સ્વાદિષ્ટ ફરાળી ફરસીપૂરી ની ગરમાગરમ ચાઅથવા દહી અને બટાકા ની ફરાળી સુકી ભાજી  સાથે મજા માણો .

આખી મેથી,ચણા અને કેરી નું અથાણું

સામગ્રી : ૧ કપ કઠોળ ના લાલ નાના ચણા ,૧ ક્પ આખી મેથી , ૧/૨ કિલો કાચી અથાણા ની કેરી ના ટુકડા, ખાટા અથાણા નો સંભાર  ૨ કપ, તેલ જરૂર પ્રમાણે ,૧ નાની ચમચી હળદર અને ૧ મોટી ચમચી મીઠું ,કાચી વરિયાળી ૧ ચમચી .

રીત :સો પ્રથમ અથાણા ની કેરી ના ટુકડા ને સારી રીતે ધોઈ લેવા .પછી એક સ્વચ્છ કપડા થી કોરા કરી લેવા .હવે તેને એક પહોળા વાસણ માં હળદર અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી ઢાંકી રાખવું .બે રાત્રી એમજ રાખવું. દિવસ માં બે વાર સવારે અને સાંજે સારી રીતે હલાવી પાછુ ઢાંકી રાખવું .બીજા દિવસ ની રાતે ચણા અને આખી મેથી સાફ કરી સ્વચ્છ પાણી થી ધોઈ અલગ અલગ વાસણ માં પાણી નાખી પલાળવા .ત્રીજે દિવસે ચણા અને મેથી ને ૩ -૪ વાર પાણી થી ધોઈ લેવા અને સ્વચ્છ કપડા ઉપર સુકાવવા .કેરી ના કટકા ને પણ થોડું હાથ થી દબાવી પાણી કાઢી કપડા ઉપર સુકાવવા .તડકો ન હોય તો પંખા નીચે સુકવી દેવા .બરાબર કોરા થઇ જાય પછી એક મોટા વાસણ માં ચણા ,મેથી ,કેરી ના ટુકડા અને સંભાર બધુ સારી રીતે મિક્સ કરો. કાચી વરિયાળી મિક્સ કરો . હવે કાચની ધોઈ ને કોરી કરેલી સાફ બરણી માં આ અથાણું ભરો .બરણી માં તેલ નાખવા માટે થોડી જગ્યા રાખો .બીજે દિવસે  એક તપેલી માં પોણો કિલો જેટલું તેલ ગરમ કરો .તેલ ને ઠંડું થવા દો .તેલ એકદમ ઠંડું થઇ જાય પછી ધીરે ધીરે અથાણા ની બરણી માં નાખો. અથાણા મા તેલ બરાબર ડૂબાડૂબ હોવું જોઈએ નહીતો અથાણું બગડી જવા સંભવ છે .કોરા કપડા થી બરણી ની આજુબાજુ ની કીનારી અંદર થી ને બહાર થી સાફ કરી લેવી .ભેજવાળી જગ્યાએ અથાણા ની બરણી ના રાખતા સુકી જગ્યા એ રાખવી .ભેજ ના લીધે અથાણા માં ફૂગ વળી જાય છે એટલે ધ્યાન રાખવું .અથાણું કાઢતી વખતે પણ સાફ ચમચો એકદમ કોરો કરી વાપરવો .તેલ ઓછુ લાગે તો ગરમ કરી ઠંડું પડે પછી પાછુ નાખવું .ઘણાં ને સંભાર વધુ ગમતો હોય તો નાખી શકે છે અને તો તેલ પણ વધુ જરૂર પડે છે .
ભાખરી, પુરી, પરોઠા કે રોટલાં, રોટલી સાથે ,ખાખરા સાથે ,દાળભાત અને ખીચડી સાથે ટેસ્ટી અથાણા ની મજા લો .

સ્વાસ્થ્ય વર્ધક પીણું

સ્વાસ્થ્ય વર્ધક પીણું –

સામગ્રી – ૨ મોટા રસદાર આંબળા , મુઠ્ઠીભર તુલસી ના પાન ,મુઠ્ઠીભર ફૂદીના ના પાન ,૧ મોટો ટુકડો આદુ ,૧ મોટોગાંઠીઓ  લીલી હળદર .સ્વાદ પૂરતું મીઠું અથવા મધ .

રીત – મીઠું અથવા મધ સિવાય ની બધી સામગ્રી ભેગી કરી થોડું પાણી નાખી મિક્સર માં પીસી લો. હવે તેને ગાળી એમાં મધ અથવા મીઠું સ્વાદ મુજબ ભેળવી રોજ સવારે પીઓ .મીઠું કે મધ નાખ્યા સિવાય પણ પી શકાય છે .શિયાળા ની ઋતુ એટલે વર્ષ ભર નું આરોગ્ય મેળવી લેવાની ઋતુ .આ ઋતુ  માં આંબળા સારા મળતા હોય છે અને આરોગ્ય માટે આંબળા ખુબ સારા ગણાય છે .આ પીણા માં આવતા તમામ દ્રવ્યો શરીર નું પોષણ કરી અશક્તિ ને દુર  કરનાર છે . તંદુરસ્ત રહેવા માટે નો આ સરળ ઉપાય અજમાવા જેવો ખરો .બરાબર ને !અમે તો ઘર માં બધા પીએ છીએ .  તમે શાની  રાહ જુઓ છો .શરુ કરી દો કાલ  થી જ આ સ્વાસ્થ્યવર્ધક પીણું પીવા નું .અને હા થોડું ચાલવાનું અને મનગમતી કોઇપણ કસરત રોજ કરવાની .પછી જુઓ ચમત્કાર !

અરે  ડરી કેમ ગયા ? અડદિયા ,અને વસાણા નાખેલા પોષ્ટિક પાક આરોગવા હોય તો પચાવવા થોડી મહેનત પણ કરવી જોઈએ ને !

આટલું કરશો તો ડોક્ટર ને જરૂર દુર રાખી શકશો .

 

ચાઈનીઝ કોર્ન પકોડા

ચાઈનીઝ  કોર્ન પકોડા  (5 થી 6 વ્યક્તિ)
(1) 500 ગ્રામ મકાઈ
(2) 1 ટેબલ સ્પૂન કોર્નફલોર
(3) 1/2 ટી સ્પૂન મરીનો ભૂકો
 (4) 1/2 કપ દૂધ
(5) 1 ટી સ્પૂન સોયાસોસ
(6) 1 ટી સ્પૂન ચીલી સોસ
(7) 1 નંગ ડુંગળી
(8) 1 નંગ કેપ્સીસમ
(9) 1/4 કપ મેંદો
(10) સેન્ડવીચ બ્રેડ
(11) તેલ પ્રમાણસર
(12) મીઠું પ્રમાણસર
રીત –
(1) મકાઈના   દાણા કાઢીને બાફી લેવા,  ઠંડા દુધમાં  કોર્નફલોર ઓગાળી વ્હાઈટ સોસ બનાવવો .
(2) તેમાં મકાઈના  દાણા, મીઠું,  મરીનો ભૂકો,  સોયાસોસ, ચીલી સોસ,  ડુંગળી (ઝીણી કાપેલી ) અને  કેપ્સીસમ (નાનાં સમારેલાં) ઉમેરવાં.
(3) મેંદામાં મીઠું અને પાણી નાખી ખીરું તેયાર કરવું.
(4) બ્રેડની કિનારી કાઢી ચોરસ ટુકડા કરવા. બ્રેડ ઉપર માવો મૂકી, માંવાવાળી બાજુ ખીરામાં બોળીને તળવા.
(5) જો માવો ઢીલો લાગે તો માવા ઉપર રવો (સોજી) કે ટોસ્ટનો ભૂકો પાથરવો . પછી ખીરામાં બોળીને તળવા .

ઇન્સ્ટન્ટ મીઠાઈ – બદામ બાટી

સામગ્રી – વાટેલી બદામ નો પાવડર કરકરો – ૧ કપ , ખાંડ દળેલી ૧/૪ કપ ,એલચી પાવડર ચપટી, દૂધ લોટ બાંધવા પૂરતું ,ઘી બાટી શેકવા માટે .

રીત – એક વાસણમાં બદામ નો પાવડર ,દળેલી ખાંડ અને એલચી પાવડર મિક્સ કરો .હવે એમાં થોડું થોડું દૂધ નાખી હળવે હાથે લોટ બાંધો .લોટ કઠણ રાખવો .નાની નાની ગોળ બાટી બનાવો .એક નોનસ્ટીક તવા ઉપર ઘી લગાવી બાટી શેકો . એક બાજુ ગુલાબી રંગ ની થાય એટલે તેને બીજી બાજુ ફેરવી થોડું ઘી મુકી સારી રીતે શેકો .ગેસ ની આંચ મીડીયમ રાખો .બન્ને બાજુ સરખી શેકાઈ જાય એટલે ઉતારી લો .વારાફરતી બધી બાટી આવી રીતે શેકી લો .ગરમ ગરમ પણ સારી લાગે છે અને ઠંડી થયા પછી પણ ફ્રીઝ માં બે ચાર દિવસ રાખી શકાય છે .

નોધ – દૂધ નાખતી વખતે ચમચી થી ટીપે ટીપે નાખવું .જો વધારે પડી જાય તો નરમ થઇ જાશે અને ખાંડ ઓગળવાથી એકદમ નરમ પડી જાશે તો બાટી વળશે નહી અને છૂટી પડશે એટલે ખાસ ધ્યાન રાખવું .દૂધ એકદમ ધીમે ધીમે નાખવું .

મકાઈ ના ભજીયા

આવા વરસાદી વાતાવરણ માં ગરમાગરમ ભજીયા ખાવા નું કોને મન ના થાય ?ને એમાંય વળી કુણી કુણી મકાઈ ની ઋતુ ! ભુટ્ટા નો સ્વાદ તો માણીએ  જ છીએ તો આવો આજે મકાઈ ના ભજીયા ની મોજ માણીએ .

સામગ્રી – ૧ વાટકી મકાઈ ના દાણા , આર લોટ અથવા બેસન ૨ થી ૩  ટે સ્પુન ,આદુ મરચા વાટેલા ૧ ટી સ્પૂન , મીઠું સ્વાદ પ્રમાણે ,હળદર પાવડર ૧/૪ ટી સ્પુન ,લાલ મરચું પાવડર ૧/૨ ટી સ્પુન ,ધાણાજીરું પાવડર ૧/૨ ટી સ્પુન ,સોડા ચપટી ,હિંગ ચપટી , બારીક કાપેલી કોથમીર ,લીંબુ નો રસ અને થોડી ખાંડ ,ગરમ મસાલો ૧/૪ ટી સ્પુન , તળવા માટે તેલ .ગમે તો બારીક કાપેલા કાંદા અને બારીક કાપેલું લસણ પણ નાખી શકાય .

રીત –  સૌ પ્રથમ મકાઈ ના દાણા ને મિક્સી માં અધકચરા વાટી ળો ,પછી તેમાં ઉપર કહેલ બધો મસાલો ,આરાલોટ ,કોથમીર ,લીંબુ નો રસ ,ખાંડ બધુ નાખી સારી રીતે મિક્સ કરો .જરૂર લાગે તો થોડું પાણી લઇ ભજીયા માટે ની ખીરું તૈયાર કરો .હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો .તેલ ગરમ થાય એટલે નાના  નાના ભજીયા તેલ માં મુકો .લાલ રંગ થાય ત્યાં સુધી બરાબર તળો .પછી તેલ માં થી ઝારા વડે ભજીયા બહાર કાઢી લો .ગ્રીન ચટણી અને સોસ સાથે ગરમાગરમ ભજીયા ની મોજ માણો . મસાલા વાળી ચા અને ગરમાગરમ ભજીયા !ઔર ક્યાં કહેના !

જોજો હોં ! ભજીયા ખાઈ ને કજિયા ના કરતા !

 

ડોળ ( ગોળી ) નુ શાક

સામગ્રી :- ૧ કપ દહીં ,બેસન ૩-૪ ટે સ્પુન , મીઠું સ્વાદ મુજબ ,લાલ મરચા નો પાવડર ૧ ટી સ્પુન ,હળદર પાવડર ૧/૪ ટી સ્પુન ,ધાણાજીરું પાવડર ૧/૪ ટી સ્પુન ,લસણ ,આદુ, મરચા ની પેસ્ટ ૧ ટી સ્પુન ,કોથમીર સજાવટ માટે ,તેલ ૨-૩ ટે સ્પુન ,ગરમ મસાલા નો પાવડર ૧/૨ ટી સ્પુન .વઘાર માટે રાઈ ,જીરું અને હિંગ પાણી જરૂર પૂરતું .

રીત :- સૌ પ્રથમ બેસન લો .તેને ચાળી એમાં બધા મસાલા નાખો .એમાં જરૂર પૂરતું પાણી નાખી નાની ગોળી વળે તેવો લોટ  બાંધો.નાની નાની ગોળી વાળી લો .હવે એક કડાઈ માં તેલ મુકો .તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ,જીરું વારા ફરતી નાખો .રાઈ જીરું તતડી જાય એટલે તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો .હવે નાની નાની ગોળીઓ વાળી હતી એ નાખી સાંતળો .હવે દહીં માં ૧ કપ પાણી નાખી ઝેરી લો .આ છાશ નાખી થોડીવાર ઉકળવા દો. બરાબર ચડી જાય પછી ગેસ બંધ કરી ગરમ મસાલા નો પાવડર અને કોથમીર નાખો .બાજરી ના રોટલાં અથવા ભાખરી કે પરોઠા સાથે ગરમ ગરમ શાક પીરસો . બેસન માં પાલક નો રસ અથવા ઝીણી સુધારેલી ભાજી પણ નાખી શકાય .

ઘર માં થી જ બધી વસ્તુ મળી રહે અને જલ્દી બની પણ જાય એવું શાક .પાલક નો રસ અથવા મેથી ની ભાજી નાખી ગ્રીન અને ટામેટા નો રસ નાખી રેડ કલર ની અલગ અલગ ગોળીઓ બનાવી નાખવા થી શાક વધુ સ્વાદિષ્ટ અને આકર્ષક લાગવાથી નાના મોટા બધા ખાવા લલચાય છે .અને પાછું હેલ્ધી તો ખરુંજ બરાબર ને ! તો આજેજ થઇ જાય .

મને જરૂર જણાવજો હોં કે શાક કેવું બન્યું ? ભાવ્યું કે નહી ?તમારો રિસ્પોન્સ મને બીજી રેસીપી લખવા પ્રેરશે .