તમે મારા દેવ ના

કાના  ને   મમ્મી  પપ્પા  તરફ થી  સપ્રેમ  ભેટ .

તમે મારા દેવ  ના  દીધેલ  છો , તમે મારા કુલ દીપક  છો ,

તમે મારી આંખો નું નુર  છો , આવ્યા  ત્યારે   અમર થઈ ને રહો .

બેટા , તું સદા  ખુશ રહે  , તારી જીવન રાહ  માં  પ્રભુ તારા  હમસફર છે   . આવું સુંદર  જીવન પ્રભુ એ આપ્યુ છે  તો  પ્રભુ ને ગમે એવું સુંદર  જીવન  જીવજે  . તું  અમારા જીવન ની મૂડી  છે .તું જ  અમારા હ્રદય નો ધબકાર  છે .તારા  ચહેરા નું તેજ   અમારા  જીવન ની રોશની છે . જીવન  માં  આવતી   મુશ્કેલી  નો  હિમ્મત થી સામનો કરજે . પ્રભુ  હંમેશા  તારી સાથેજ છે  એવા  વિશ્વાસ  સાથે  પ્રગતિ ના પંથે   આગળ  વધજે . તું તો અમારું  દર્પણ છે . તારા વાણી વર્તન  અને વહેવાર   અને  વીચાર  બધું ઉચ્ચ  રાખજે .ક્યારેય હતાશ કે  નિરાશ  ના થતો  . પ્રભુ તને  સદાય  ખુશ રાખે , નીરોગી કાયા આપે  અને દરેક  સારા કાર્ય માં  સફળતા  આપે  એજ મમ્મી  પપ્પા ની શુભેચ્છા અને એ જ અમારા  આશીર્વાદ.

પૂછે  જો કોઈ મુજને  દીકરો  કેવો હોય   નામ  તારું  લઈ ને કહું કે  મારા કાના જેવો હોય .

તારા જીવન ની રાહ  માં  કાંટા ના આવે કદી ,સદાય  ફૂલો  થી મહેકતું  રહે જીવન  તારું  .

મોમ એન્ડ  ડેડ… જય જગન્નાથ .

પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપા

ફાધર્સ  ડે  ના નિમિત્તે   હું   એક એવી  વ્યક્તિ  ની વાત  કરું  છું  જે  ફક્ત  એમના સંતાનો ના જ  નહી પણ આખા  પોરબંદર  માં  અને આજુ બાજુ ના  ગામડા ઓ માં  રોટલા વાળા  બાપા  તરીકે  ઓળખાય છે . માથે  ટોપી , હાથ માં માળા  અને  સાદા   વસ્ત્રો .  આંખો માં  જિંદગી  નો અનુભવ  અને  ચહેરા ઉપર કરુણા અને સેવા નો આનંદ .આજે  ૨૫  વરસ થી   કાંઈ  પણ બદલા ની  આશા વીના  રોજ સવારે  વહેલા ઉઠી  રસોઈ  બનાવી   પોરબંદર  ના સરકારી  દવાખાના  માં  દર્દી ઓ ને  અને  તેમની સાથે  રહેતી  વ્યક્તિ  નેજમાડે .  જરૂરિયાત  વાળા ને  દવા  ની પણ મદદ કરે . જેનું કોઈ  ન હોય  તેવી  મૃત વ્યક્તિ  ના  અંતિમ સંસ્કાર  પણ જાતે  કરે .  દીલ માં  દયા  નો દરિયો વહે . કોઈ ના પણ માટે  કાંઈ પણમદદ  કરવા  હંમેશા તૈયાર .સેવા નો  ભેખ  ધરી  જીવતા  આ  બાપા  ને   નાના મોટા બધા જ  ઓળખે .   કોઈ ની  પાસે  ક્યારેય ન માંગવું  એ  એમનો  નિયમ . કોઈ પણ  કપરા  સંજોગો માં  એમણે  સેવા છોડી નહી ,ટાઢ , તાપ કે  વરસાદ ની ઋતુ  માં પણ  ખુલ્લા પગે   સેવા કરતા .કંટાળો કે થાક  નું   નામ નહી.દવાખાના  માં  લીમડા ના  ઝાડ  ની ચે  એમની બેઠક .બધા ત્યાં  મળવા આવે .દરેક ની તકલીફ  દુર કરે . થોડા વરસો  પહેલા  એમના જીવન સાથી   શ્રી જી ચરણ  પામ્યા .તે મનો પણ આ સેવા  યજ્ઞ  માં મોટો ફાળો હતો .  એમની  માં ની  સેવા  એમણે  શ્રવણ ની જેમ કરી . એમના બાં  બીમાર થયા , તેમને  દવાખાના માં દાખલ કર્યા ત્યારે  બા ની સેવા કરતા  કરતા  બીજા દર્દીઓ નું  દુઃખ  દર્દ જોયા .એમનું હ્રદય  દુખી  થયું  અને  મન માં  આ ગરીબ  દુખી લોકો ની સેવા  ના બીજ  રોપાયા . થોડા સમય  પછી  એમની બા  ના મૃત્યું પછી   સેવા ની શરૂઆત કરી .   ધીરે  ધીરે   સેવા રૂપી   છોડ   વિકાસ  પામતો ગયો   .ઘણી અડચણો  સહેવા  છતાંયે  હિમ્મત  થી આગળ  વધ્યા . પ્રભુની  પણ આ  સેવા કાર્ય  માં  કૃપા છે .  આજે  એમની આયુ ૮૧  વર્ષ ની છે   .હવે  ઉમર  ના કારણે  થોડી તકલીફ  પડે  એ  સ્વાભાવિક  છે  પણ   હવે  ગામ ના  સેવાભાવી  લોકો  એમના  કામ માં  મદદ કરે છે .પોતાનાં  સંતાનો કે પરિવાર જનો   ને તો સૌ  મદદ  કરે  પણ  પારકા  ને  પણ  પોતાનાં  ગણી વ્હાલ ની  વર્ષા  કરે   એવા આ   સંત  શ્રી રસિકભાઈ  રોટલા વાળા  બાપા  ને   અમારા  કોટી કોટી વંદન.

તમને લાગશે કે   હું એમને  કેવીરીતે ઓળખું  તો મારે  એ જ કહેવાનું  કે   બધાના  રોટલા વાળા બાપા   અમારા વ્હાલા  બાપુજી  છે .  અમને અમારા  આ બાપુજી ઉપર  ગર્વ  છે .

ફાધર્સ ડે  ના નિમિત્તે   બાપુજી ને  કોટી કોટી વંદન .

માતૃ દેવો ભવ .    પિતૃ દેવો ભવ .

માયા  સુધીર  અને  કાના  ના જય શ્રી કૃષ્ણ.

એકલા જવાના

સાથી વીના  સંગી  વીના  એકલા  જવાના ,એકલા  આવ્યા  અને   એકલા  જવાના .આજ ના  દિવસે એક   માં એ  આ દુનિયા  માંથી  વિદાય  લીધી .આજનો  દિવસ  મારી  જિંદગી  નો  સૌથી દુખદ  દિવસ  હતો.  માજીએ   જાત્રાકરવા ની ઈચ્છા વ્યક્ત  કરી  અને  પરિવાર  ના સભ્યો  જવા  ની  ના કહેતા હતા ,કારણ  એમની   તબિયત  સારી  નો’તી  રે’તિ . ડોક્ટર ની  પણ  એકલા  જવા દેવા ની ના  હતી ,પણ  માજી એ  જીદ કરી  ,સંઘ  માં  ઘણાં  બધા છે  એમ  કહી  જવાનું   નક્કી  કર્યું. પતિ , દીકરાઓ , દીકરીઓ  દરેક  ને  પોતાની સાથે  જાત્રાએ  આવવાનું   કહ્યું.પણ  દરેક  ને  કૈ ને કૈ પોતાના  પ્રોબ્લેમ  હતા .કોઈને  ગરમી , તો કોઈને  કામ   તો કોઈ ને  પરીક્ષા  નડી.કોઈ સાથે  ના ગયું . માજી જાત્રા  એ એકલા જ ગયા . જતા  જતા  બધા ને  કૈ  ને કૈ   કહી ગયા .જાણે  કેમ  પાછા  જ ન  આવવાના  હોય . જાત્રા  ના  ધામ  માં  ગયા  પછી   ૨ કે ૩  દિવસ  બાદ  બીમાર  થયા  અને  આજ ના  દિવસે  જીવન ની યાત્રા   પુરી કરી . ઘરે   આ  સમાચાર  મળ્યા  નેઆભ  તૂટી પડવા ની  વેદના  અનુભવી .બધા  એ  એમની અંતિમ ક્રિયા  કરી .જે એમની સાથે  જવા  તૈયાર  નહોતા  એમને પણ ત્યાં  જવું  તો પડ્યું જ ,તો  પહેલે થી જ  કેમ ના  ગયા  ?દરેક  ને   અફસોસ  છે  પણ  શું  થાય , ભગવાન ની લીલા જ અકળ  છે .હવે તો  બસ  યાદ  જ  બાકી છે .

ઓ મા તું કયાં છે ?

ઓ    મા     ઓ   મમ્મી     ઓ મારી    મોમ     તું     કયાં   છે ?   તને     ખબર    છે ને   કે    તું     મને  જગાડે    નહી     ત્યાં   સુધી   હું    જાગું    જ    નહી .   મારા     માથે    તારો    હાથ     ફરે     પછી જ         મારી   નીંદર    ઉડે .બેટા ઉઠ   ને   હવે   એમ   કહીને    પાછી પોતાનાં   કામે   વળગે  . થોડીવાર   રહી   ફરી   મીઠો   ટહુકો   કરે  અને    મારી   સવાર   પડે .  આખો   દિવસ   ઘર  માં  બધાનું    ધ્યાન   રાખે સદાય   હસતો     ચહેરો .   પપ્પા   ગુસ્સે   થાય   ત્યારે    સંતાઈ   જવાની   જગા   એટલે   માં ની ગોદ.મોટા    થયા   તોય    માં ની   ગોદ    માં   માથું    મુકીને    સુઇએ એટલે   કૈક   અલગ જ   શીતળતા   અનુભવાય અને   એની  રસોઈ    માં  જે    મીઠાશ    હોય   કે    મને    એના   સિવાય  કોઈ   ના   હાથ  ની  રસોઈ   ન ભાવે   . વળી   ક્યારેય   કૈ પણ   સમસ્યા   હોય   એનું    સમાધાન    કરે .સવાર   થી    રાત    સુધી    બધા   ની દેખભાળ   કરે. પણ   પોતાની   તકલીફ   કોઈ ને   ન જણાવે.કોઈ  વાર   એ  કૈ   સલાહ    આપે   તો   એનું   ગુસ્સા માં   અપમાન   પણ   કરીએ . એને  દુઃખ  લાગે પણ    કૈ   બોલે   નહી  .ઘણી વાર   એની   ક્ચ  ક્ચ   અમને   ગમે   નહી  તો  કહીએ “તમે  ક્ચ  ક્ચ  ના  કરો   ,શાંતિ  રાખોને , અમને   સમજ   પડે    છે   હવે    અમે   મોટા  છીએ .”પણ    આજે    મને  લાગે   છે   કે   એને   દુઃખ   લાગ્યું છે  . એ  થાકી  ગઈ લાગે  છે એટલે   સુતી  છે  પણ    એ   મારો    અવાજ   સાંભળી  ને   ઉઠી કેમ   નહી ? શું   મારાથી   રીસાઈ   ગઈ છે ?

ઓ મમ્મી   ઉઠ ને   હવે   કયાં   સુધી  સુઇશ ?મારાથી   કૈ   ભૂલ   થઇ  હોય   તો મને   સજા  કર    મને  માર, મને  ખીજા  પણ   આમ   મારાથી   નારાજ   ના થા  તને   ખબર  જ  છે   કે   તું  નહી   પીરસે   તો  હું  નહી  જમું .  મમ્મી   ઉઠ  ને   મને   બહુ  ભુખ   લાગી  છે .હવે   જલ્દી  કર   મને   તારા  વીના  ગમતું   નથી   તારી   રાહ   જોઉં  છું.

જેણે આપણ ને

જેણે   આપણ  ને   સમય   આપ્યો    તેનાં   માટે    આપણ   ને   સમય    નથી.  પ્રભુ એ   આપણ  ને  આ ધરતી   પર   નિશ્ચિત   સમય   માટે   મોકલ્યા છે.   મરવા નો   સમય   પણ નક્કી જ છે .આપણ   ને   મળેલા    સમય નો કેવો ઉપયોગ   કરવો  એ   આપણે   વિચારવાનું છે.  એની   આ  જગત   રૂપી  સુંદર    રચના   ને    માણવી    જરૂર    પણ   એમાં    ખોવાઈ   ના  જવાય   એ   ધ્યાન   રાખવું  જોઈએ  .  પરમપિતા    નો  હાથ    પકડી   ને    ફરશું   તો   આ  જગત  ની    મધુરતા   માણી શકીશું.પણ   આપણે   તો   એને  સાવ જ  ભૂલી  ગયા.   ભુલભુલામણી   માં   એવા   ભરમાઈ    ગયા  કે   બહાર  નીકળવાનો    રસ્તો જ ભૂલી   ગયા . સમય  નું  પણ ભાન   ના  રહ્યું  .જીવન અને  મરણ  ના   બે    કાંઠા  વચ્ચે જ અથડાતા  રહ્યા    અને    જીવન   નો    હેતુ   શું   હતો   એ પણ  ભૂલી ગયા.બસ    સમય  નથી  , સમય નથી   ની    ફરિયાદ   કરતા   રહ્યા .શું   પ્રભુ એ આપેલા   ૨૪  કલ્લાક માંથી    ૨૪  મીનીટ    પણ  આપણે   એના   માટે   વાપરીએ  છીએ ? જો ના, તો  વિચારજો કે   તમને    જેના  માટે    સમય   નથી    એને    પણ    તમારા   માટે    સમય   નથી.કાં  કે    કોઈ  ને   શ્વાસ     ઉછીના    મળતા   નથી.માટે જ    સમય   સમય    બળવાન  છે    નહી    મનુષ્ય   બળવાન, કાબે  અર્જુન  લુંટીયો    વહી   ધનુષ   વહી  બાણ. માટે જ   હંમેશા    સંજોગો    સામે    લડો    પણ   સમય     સાથે     સમાધાન    કરો ..