છોડ બધી ફિકર છોડ
ઓછી કર તારી દોડા દોડ
ઝુલ નિરાંતે વરંડા માં
આંગણે હોય તુલસી છોડ
મિત્રો બેઠા હોય ચારે કોર
બાળકો કરતા હોય શોરબકોર
ચાહ પીતા લગાઓ ગપ્પા
સમય પણ કહે Once More
ગાઈ નાખો ગીત બે ચાર
સુરીલો લાગશે આ સંસાર
મિત્રો ભળે જિંદગી માં
જીવન લાગશે મીઠો કંસાર
ઉજવો એક અનોખો તહેવાર
કારણ વગર બોલાવો યાર
નીકળી જાઓ સાથે ફરવા
એજ તમારો વાર તહેવાર !!
Leave a Reply