મકરસંક્રાંતિ
આજથી ચાર પાંચ દાયકા પહેલા જયારે સમાજ હજુ એકસૂત્રે બંધાયેલ હતો ત્યારે નવા વર્ષના દિવસે કે અન્ય તહેવારોએ જુના વેરઝેર ભૂલી જે એકબીજાનો હાથ ઝીલી, મિત્રતા કે સંબંધોની નવી શરૂઆત કરવામાં ગૌરવ અનુભવી સમાજ એને પ્રોત્સાહિત પણ કરતો. આવા ઉત્સવો સબંધ ના સેતુને પુનઃનિર્મિત કરવામાં અગ્રેસર રહેતા.
આ બધાં તહેવારોમાં મકરસંક્રાંતિ તહેવાર અલગ જ ભાત પડે છે. આપણા લગભગ બધા જ તહેવારો ઉત્સવો ચંદ્રની ગતિ અને સ્થિતિ પર આધારિત હોવાથી દર વરસે એ જ તિથીએ આવતા હોએ અંગ્રેજી મહિના પ્રમાણે અલગ અલગ તારીખે આવે છે. પરંતુ મકરસંક્રાંતિ નો તહેવાર સૂર્યની ગતિ સ્થિતિ પ્રમાણે ઉજવાતો હોવાથી દર વર્ષે ૧૪મી જાન્યુઆરીએ આવે છે.
આકાશમાં રંગબેરંગી મિજાજથી વિહાર કરતાં પતંગ પણ જાણે કોઈ સંદેશ આપી જાય છે. સંબંધોની ડોર તુટતાં જ લડખડી જશે થનગનતું અસ્તિત્વ ! અને બની જશે `કપાયો છે .. લપેટ .. લપેટ …’ ની ચીચયારીઓંના હાસ્યનો આથમતો પ્રતિઘોષ !
તો વળી આ ઉત્સવ ઋતુસંક્રાંતિ ની વિષમતાને સહ્ય બનાવવા તલ ગોળનો સહારો અને લીલાં શાકભાજીની તાજગીને આનંદમાં વાણી લે છે. તેથી જ તો ઉત્સવના આ રંગીન મિજાજમાં એકરસ થઈ ગયો દાનધર્મ અને પુજાપાઠ નો મહિમા.
મકરસંક્રાંતિ
by
Tags:
Leave a Reply