જીંદગી કા સફર , હૈ યે કેસા સફર ,
કોઈ સમજા નહી કોઈ જાના નહી .
ફિલ્મ જગત નો એક મશહુર સિતારો ખરી પડવાથી ફિલ્મ જગત ને ન પુરાય તેવી ખોટ પડી છે . યુવાનો અને યુવતીઓ ને ઘેલા કરનાર કાકાજી ઉર્ફે રાજેશ ખન્ના ની ચીર વિદાય ના સમાચાર સાંભળી તેમના ચાહકો ના મન ખળભળી ગયા . આનંદ ,અવતાર , દાગ , આરાધના ,સફર ,થોડી સિ બેવફાઈ અને બીજી અનેક સફળ ફિલ્મો ને લીધે તેઓ સૌ ના માનીતા અને લોકપ્રિય બની ગયેલા . એક પછી એક સફળ ફિલ્મો ને કારણે તેમની કારકિર્દી નો પારો સતત ઉંચો ચડવા લાગ્યો .સફળતા તેમના કદમ ચુમતી હતી . સરળ, નિખાલસ અને ચુંબકીય વ્યક્તિત્વ ના તેઓ માલિક હતા . તેમનીડાયલો ગ બોલવાની અદા નિરાલી હતી .તેમની એક્ટિંગ લાજવાબ હતી .અને એટલેજ તેમણે ચાહકો ના દિલ માંસ્થાન મેળવ્યું હતું .અચાનક એમની વિદાય થી ફિલ્મ જગત ને કદીય ના પુરાય તેવી ખોટ પડી છે .
પરમાત્મા એમના આત્મા ને શાંતિ આપે અને પરિવાર જનો ને આ આકરી ઘડી નો સામનો કરવા ની શક્તિ આપે એજ પ્રભુ પાસે પ્રાથના .
Leave a Reply