અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી .એ ઉક્તિ ને યથાર્થ કરતા અમારા વહાલા બાપુજી શ્રી રોટલા વાળા બાપાપૂ શ્રી રસિકબાપા આજે ૮૪ વર્ષ ની ઉમરે પણ વિવિધ ક્ષેત્રે સેવા કરતા રહે છે . પોરબંદર માં ગરીબ કામદાર વસાહત માં ઝુંપડા માં રહેતા લોકો ના બાળકો ની દશા અને એમનું જીવન જોઈ બાપા નું દિલ દ્રવી ઉઠયું .કોઈ ને ના સુઝ્યું એવું કામ એમણે અંતકરણ ની પ્રેરણા થી શરુ કર્યું .આ ગરીબ બાળકો ને અક્ષર જ્ઞાન આપવા માટે તેમણે કમર કસી અને અથાગ પ્રયત્નો બાદ શાળા શરુ કરી આજે તેમાં સો બાળકો શિક્ષણ મેળવે છે .તેમને યુનીફોર્મ , પુસ્તકો ,દફતર જેવી જરૂરી ચીજ વસ્તુઓ પુરી પાડવા માં આવે છે . સેવા ભાવી લોકો નો સાથ સહકાર પણ મળતો રહે છે .સવારે દૂધ અને પોષ્ટિક નાસ્તો પણ આપવા માં આવે છે અને બપોરે જમવા ની પણ સગવડ બાળકો માટે કરેલ છે . થોડા સમય માં તો આ બાળકો ના વાણી વર્તન અને દશા બધુ જ બદલાઈ ગયું છે .મારી નજરો એ એની પ્રતીતિ કરેલ છે .નીચે તસ્વીર માં બાપુજી ની સાથે શાળા ના બાળકો નો ફોટો છે . કિલ્લોલ કરતા બાળકોને જોઈને અને કવિતાઓ બોલતા આ નાના ભૂલકાઓ વહાલા લાગે એવા છે . એમના માતા પિતા હવે નિશ્ચિંત મનથી કામ પર જાય છે મન માં એક સંતોષ લઇ ને કે હવે અમારા બાળકો રસ્તે રખડશે નહી અને ભણી ગણી એ એમનું જીવન સુંદર બનાવશે .બાપુજી ને આ સત્કાર્ય માટે અમારા વારંવાર વંદન .બાપુજી ના પગલે ચાલવા ની ઈચ્છા ધરાવતી એમની પુત્ર વધુ અને દીકરા ને પ્રભુ શક્તિ આપે એવા આશીર્વાદ બાપુજી પાસે ઇચ્છતી એમની દીકરી જેવી પુત્ર વધુ માયા ના જય શ્રી કૃષ્ણ .

Leave a Reply