જો મગ ની દાળ ના ભજીયા ( દાળવડા ) નુ ખીરું વધ્યું હોય તો એમાં થોડું દહીં નાખી ઢોકળા ની થાળી ઉતારવી .ઠરે પછી નાના પીસ કરી તેલ માં રાઈ, હિંગ ,લીમડા ના પાન અને મરચા ની ચીરી ઓ નાખી વઘાર કરી ગરમ ગરમ ખાવા ના ઉપયોગ માં લેવું .
મગ ની દાળ ના ખીરા માં ઝીણી સુધારેલી બારીક ડુંગળી ,વાટેલું લસણ ,બારી કાપેલી કોથમીર નાખી નાના પુડલા પણ બનાવી શકાય .ગ્રીન ચટણી સાથે ગરમ ગરમ પુડલા ખાવાની મઝા આવશે .
જો ઈચ્છો તો એમાં બારી કાપેલી મેથી ની ભાજી અથવા પાલક ની ભાજી પણ નાખી શકાય .
Comments
You must log in to post a comment.