હમણાં ગોરો એટલે મોળાકત નું વ્રત ચાલે છે .અષાઢ માસ ની સુદ એકાદશી થી ગુરુ પૂર્ણિમા સુધી આ વ્રત કરવા નું હોય છે .નાની બાળાઓ આ વ્રત કરે છે અને અષાઢ સુદ તેરસ થીઅષાઢ વદ બીજ સુધી જયાપાર્વતી વ્રત કરવા નું હોય છે.આ બન્ને વ્રત માં મોળું જમવાનું હોય છે. નાની મોટી છોકરીઓ ને વ્રત કરતા અને ગોરો પુજતા જોઈ મને પણ મારા બાળપણ ના દિવસો યાદ આવી ગયા અને સાથે એક મસ્ત મજા નું લોકગીત જે ગોરમા ની પૂજા કર્યા પછી ગાતા હોય છે . આપ સૌ માંથી ઘણાએ વ્રત કર્યું જ હશે એટલે જાણતા જ હશો . ચાલો જૂની યાદો ને મમળાવી લઈએ .
ગોરમા ગોરમા રે ,પૂજું તમને પ્રેમે ,
ગોરમા ગોરમા રે ,માંગું તમ થી એટલું ,
ગોરમા ગોરમા રે,ખાવા દેજો જાર બાજરો ,
ગોરમા ગોરમા રે, કાંઠા તે ઘઉં ની રોટલી ,
ગોરમા ગોરમા રે, સસરા દેજો સવાદિયા ,
ગોરમા ગોરમા રે, સાસુ દેજો ભૂખાળવા ,
ગોરમા ગોરમા રે ,દેરાણી જેઠાની ના જોડલા ,
ગોરમા ગોરમા રે ,નણદી સાહેલડી જેવી ,
ગોરમા ગોરમા રે, દિયર દેજો રંગીલો ,
ગોરમા ગોરમા રે ,કંથ દેજો કહ્યાગરો ,
ગોરમા ગોરમા રે, પુત્ર દેજો પુરુષોત્તમ ,
ગોરમા ગોરમા રે ,રૂમઝુમતી વહુ મારે આંગણે ,
ગોરમા ગોરમા રે ,દીકરી દેજો ઘાટલડી ,
ગોરમા ગોરમા રે ,છેલ છબીલો જમાઈ ,
ગોરમા ગોરમા રે આટલું દિયો તો બસ છે .
હજુ એક બીજું ગીત પણ છે પણ મને બેજ કડી યાદ છે .
ગોરમા નો વર કેસરિયો ને નદીએ ના’વા જાય રે ગોરમા
?
આગળ યાદ નથી આપ સૌ માં થી કોઈ ને આવડતું હોય તો મને જરૂર ઈમૈલ થી મોકલો હું આપ ની આભારી થઈશ .
Comments
You must log in to post a comment.