સપનામાં આવી મને કોઈક મળી ગયું
મને મળવાનો સમય માંગી ગયું
ફુરસદ હતી નહીં તેને મળવાની
મુદત મને આપી ગયું
જન્મ્યો ત્યારથી પીછો કરું છું
એવું મને કાનમાં કહી ગયું
જીવી લે મળી છે જેટલી જિંદગી
એમ મને ચેતવી ગયું
હું તો તને આગોશમાં લઈ લઈશ
એવું મને વહાલ થી કહી ગયું
સમય ની સાથે હું પણ ચાલુ છું
એવી બડાઈ હાંકી ગયું
ક્યારે આવશે એ ના મને કહેતું ગયું
પણ મને ગુંચવાડામાં મૂકી ગયું
પડતા મુકવા પડશે કામ તમામ
એવી ધમકી મને આપતું ગયું
ભલે હોય તું ખેરખાં કે બાદશાહ
મળી જ લઉં છું મારા સમયે,
એમ મને કહેતું ગયું….
ઉંમર વધે છે તેમ પ્રેમ એનો વધે છે
એમ મીઠી વાત કરતું ગયું
આ જગત એક સપનું છે
અને સપનું મારુ તોડતું ગયું
નામ પૂછ્યું એનું તો
” મૃત્યુ ” એમ મને કાન માં કહેતુ ગયું…….
You must log in to post a comment.