Category: સુવીચાર
-
ચિંતન
? વિચારવા યોગ્ય ? હુ જીતી જાઉં એ જરૂરી નથી .. મારા મીત્રો ન હારે એ જરૂરી છે … ”મુજ વીતી તુજ પર વીતશે” એવું શા માટે કહેવું? “મેં માણ્યું તું પણ માણજે” એમ ના કહી શકાય?
-
સંબંધ
બસ એ જ સંબંધો સાચા.. જેની પાસે, સ્વયં ખૂલતી હોય હ્રદયની વાચા.. ગમે ત્યાંથી સ્પર્શો, ના હોય ક્યાંય અહમ્ ના ખાંચા.. બસ એ જ સંબંધો સાચા..!
-
પથ્થર કે પગથિયું
?પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતાં પગથિયું બનીને ઠેઠ પહોંચાડો..??
-
આવક જાવક
વિચારોની આવક ઓછી હોય ત્યારે . . . શબ્દોનો બગાડ ન કરવો.
-
રકતદાન
મારા બે મીઠા બોલ બોલવાથી કોઈને શેર લોહી ચડે તો … તે રક્તદાનથી વિશેષ છે…!!!
-
સદગુણો
બધાજ સદગુણો વિનમ્રતા ના પાયા ઉપર ઉભેલા છે .
-
પ્રેમ
પ્રેમ કરવો એટલો સરળ છે જેમ માટી ઉપર ”માટી” થી લખવું પણ પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે જેમ પાણી ઉપર”પાણી ”થી લખવું . – સ્વીટી ઠકકર
-
વિશેષ વ્યક્તિ
વિશેષ વ્યક્તિ બનવું એ સારી વાત છે પણ સારી વ્યક્તિ બનવું એ એનાથી પણ વિશેષ વાત છે . -સ્વીટી ઠકકર
-
રત્નકણિકા
ધીરજ ખૂટી પડે તો જાણવું કે તમે થોડી ઉતાવળ કરી . ચાલાકી દ્વારા કોઈ મહત્વ નું કાર્ય સિદ્ધ થતું નથી . નિખાલસ અને વિનય યુક્ત વાણી જ અસરકારક હોય છે . મારાથી આ નહી થાય એવું માની માણસ પ્રયત્ન છોડી દે ત્યારે ઘણીવાર સફળતા નજીક માં જ હોય છે .
-
સંબંધો
સંબંધો ની માયાજાળ માં એક સંબંધ લીમડા જેવો પણ રાખવો , જે શિખામણ કડવી આપે પણ તકલીફ માં શીતલ છાંયડો પણ આપે .