Category: સુવીચાર
-
સુખ
સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે , માત્ર આપણે તેની હાજરી ની નોધ લેતા નથી .
-
આત્મનિર્ભર બનો
તમારા સપના પુરા કરવા માટે અહીં કોઈ નથી .અહીં દરેક વ્યક્તિ પોતાની આવશ્યકતાઓ પુરી કરવા માં લાગેલો છે.માટે હમેશા આત્મનિર્ભર બનો .
-
ચિંતન
ચિંતા કરવા કરતા ચિંતન કરવું વધુ સારું .
-
મગજ નું દહીં
ડોક્ટર અને ભગવાન વચ્ચે એક જ તફાવત છે કે ભગવાન પોતાને ડોક્ટર માનતો નથી . – તમારો દુશ્મન જયારે ભૂલ કરતો હોય ત્યારે એને ખલેલ ના પહોંચાડો . – તમાકુ ખાવાથી તમે ઘરડા નહી થાઓ, જુવાનીમાં જ મરી જશો . – બધાએ હવામાન પાસેથી એ શીખવું જોઈએ કે એની ટીકાને એ જરાય ગણકારતું નથી .…
-
ફળદ્રુપ મગજ ની ઉપજ
પ્રેમ એ એક બહુ મોટો ભ્રમ છે અને લગ્ન સાથે એ ભ્રમ પૂરો થાય છે . – મને ઊલટીઓં થતી હતી અને ચક્કરો આવતા હતા . કાં તો હું પ્રમમાં હતો કાં તો મારા પેટમાં ગરબડ હતી . – પ્રેમ આંધળો છે અને એટલે જ એમાં સ્પર્શનું મહત્વ ખૂબ જ છે . – યાદ રાખો…
-
મન
સાથે રહેવા માટે ઘર નહિ મન મોટું હોવું જોઈએ .
-
માન
માન પામે એ નહી પણ માન પચાવે એ મહાન કહેવાય .
-
ચડતા દી
ચડતા દી નું પારખું ,નિત આવે મહેમાન , પડતા દી નું પારખું ,આંગણે ના આવે સ્વાન.
-
સારા માણસો
સારા માણસો શોધવા જઈશું તો થાકી જઈશું ,માણસો માં સારું જોવા જઈશું તો ફાવી જઈશું .
-
વડીલો
વડીલો ને વિનય થી , બાળકો ને હેત થી અને જુવાનો ને સાથ આપી જીતી શકાય .