Category: કવિતા
-
લાડીલી ‘ક્ષમા’ નું રાયચુરા પરિવાર માં ભાવભર્યું સ્વાગત.
લાખેણી લાડી , લક્ષ્મી સ્વરૂપા આવ , લટકાતી મટકાતી ,કુમકુમ પગલે આવ , મલકાતે મુખડે , રુમઝુમ પગલે આવ , સ્વાગત છે તારું ,અમારા ઘર પરિવાર માં , ફૂલડે વધાવું ને મોતીડે વધાવું ,મંગલ ગીતડા ગાઉ , સ્નેહ ની સરવાણીઓ ફૂટે ,તારું મુખડું દેખી , અંતર થી આશિષ વરસે , સદા સુખી રહે વહુ દીકરા…
-
શિક્ષક
શિક્ષક બને જો જ્ઞાનરક્ષક ,તો કોઈ ને ના કરડે અજ્ઞાન રૂપી તક્ષક . શિક્ષક વહાવે જ્ઞાન ની સરિતા , એ જ છે આજ ની સર્વોપરિતા . શિક્ષક સીંચે સંસ્કાર શિશુ માં , વહાવે અક્ષર જ્ઞાન ની ધારા . સાચો શિક્ષક ના લોભાય કદી પ્રલોભનો માં , એ તો પંકાય મહાન ગુરુજનો માં . માયા રાયચુરા
-
ભઈલા નો જન્મ દિવસ
મારા વહાલા ભઈલાગૌરાંગ કાંતિલાલ ઠકકર ને જન્મ દિન ની શુભ કામનાઓ સાથે આ મારી કવિતા ભેટ . ભઈલો મારો લાડકવાયો ,દેવ નો દીધેલ છે , દીર્ઘાયુ થાજે ને ખુશ રહેજે સદાય એવી આષિશ બેની ની છે . કેટલાય વ્રત ને જપ તપ કીધા બેનીએ , ત્યારે દીઠું તવ મુખડું , સાકર મુખ માં મૂકી તારા…
-
ફાગ
ફાગણ ના ફાગ ને વસંત ના રાગ , તન મન તપાવે હોળી ની આગ . ફાગણ ફોર્યો ને આંબો મહોર્યો , ને ખીલ્યો કેસુડો , ગુલમહોર. રંગ રસિયા સાથે રંગે રમી ને, પ્રેમ રંગ માં ભીંજાશું તરબોળ . મનડા નો મોર નાચે ,ઉઠે અનેક તરંગ , મન ભરી રંગે રમશું પીયુ ની સંગ .
-
લજામણી ના ફૂલ
અડશો ના ,અમે કોમળ ,કોમળ , ચુંટશો ના અમે કોમળ કોમળ , અડશો તો અમે બીડાઈ જાશું , ચુંટશો તો અમે કરમાઈ જાશું , કારણકે અમે તો લજામણી ના ફૂલ . મારશો ના અમે કોમળ , કોમળ , વઢશો ના અમે કોમળ કોમળ , પીડશો તો અમે રડી પડશું , કારણકે અમે તમ જીવન બાગ…
-
મહેલ
મહેલ મોટા ને મન જેના સાંકડા રે , કોઈ જાશો ના એવા ને આંગણે રે અંદર મેલા ને બહાર ઉજળા રે , નામ મોટા ને કાળા જેના કામ રે …કોઈ જાશો જમ જેવા મહેમાન જેને લાગતા રે , જેની વાણી માં નહી આદરમાન રે ….કોઈ જાશો અમે ડાહ્યા ને બીજા મૂરખા રે ,હોય અંતર માં…
-
મૃત્યુ
( માનવ જયારે મૃત્યુ કેરા પંજા માં સપડાય છે ) માનવ જયારે મૃત્યુ કેરા પંજા માં સપડાય છે ,ત્યારે વાત બધી સમજાય છે , મોંઘુ તન અંત વેળાએ જયારે અટકી જાય છે ,ત્યારે વાત બધી સમજાય છે . એ સમય ની વાત શું કહેવી ,કુદરત લાગે કોર્ટ જેવી , ખડે પગે ત્યાં જવાબ દેતા જીવડો…
-
નૈયા
નૈયા ઝુકાવી મે તો , જો જે ડૂબી જાય ના , ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બુઝાય ના . સ્વાર્થ નું સંગીત ચારે કોર વાગે , કોઈ નથી ,કોઈ નું આ દુનિયા માં આજે , તન નો તંબુરો જો જે બેસુરો થાય ના . ઝાંખો ઝાંખો પાપ અને પુણ્ય ના ભેદ રે ભૂંસાતા…
-
માવડી
માવડી રે માવડી , ગુમાવી વહાલ ની વેલડી , કોણ લેશે હવે અમારી ભાળ ,માવડી . મલકતું મુખડું દુઃખ અમારા હરતું , તારા ખોળાની ખોટ ના પુરાય , માવડી . વહાલ વેરતી આંખડી , મીઠી તારી ગોઠડી , બેટા સાંભળવા કાન અધીરા થાય , માવડી . રીસાઈ ગઈ તું શાને માડી ,ભૂલ કાંઈ થઇ છે…
-
નુતન વર્ષ ની અભિલાષા
સહુ ને નમન મારા નુતન વરસ ના , નુતન વરસ ના ને હૈયા ના હરખ ના …………….સહુ ને નુતન વરસ ના આ નવલા પ્રભાતે , હળીમળી રહું હું તો સહુ ની સંગાથે , સૌથી સંબંધ રહે નિસ્વાર્થ ના …………………………..સહુ ને સહુ ની સંગાથે રહું ફૂલ ની સુવાસે , કંટક ના બનું કદી કોઈ ની રાહ…
You must be logged in to post a comment.