Category: શાયરી

  • સદા દીલ ના તડપવા માં

        સદા દીલ ના તડપવા  માં  સનમ ની  રાહ  રોશન  છે, તડપતે  તૂટતાં અંદર  ખડી  માશુક   સાંઈ  છે , ચમન માં  આવીને  ઉભો  ગુલો  પર  આફરીન  થઇ તું , ગુલો ના   ભાર થી  બચતા  બદન  ગુલ ને  નવાઈ છે, હજારો  ઓલિયા  મુરશીદ  ગયા  માશુક  માં  ડૂલી, ન  ડૂલ્યા તે   મૂવા એવી કલામો સખ્ત  …

  • નથી નીપજતો પ્રેમ

      નથી નીપજતો  પ્રેમ વાડી માં  પાણી પાતા, નથી નીપજતો પ્રેમ ,તેલ  ચોળ્યા  થી તાતા , નથી મળતો પ્રેમ ,   ગાંધી  કે દોશી  ને   હાટે, નથી મળતો  પ્રેમ , ખોલતા  વાટે ને ઘાટે. નથી મળતો પ્રેમ  તપાસતાં, ગુજરી ગામો  ગામની , કહે  તુલસી  પ્રેમ પુરો  મળે , કૃપા  હોય  શ્રી  રામ ની.

  • મારે મારું દુઃખ નથી બીજા ને કહેવું

      મારે મારું  દુઃખ નથી બીજા ને કહેવું, મારે  મારું દુઃખ  રાજી ખુશી  થી સહેવું , મારે  મારું દુઃખ પ્રભુ નો  પ્રસાદ ધારી, મારે મારું દુઃખ લેવું  સ્નેહે  સ્વીકારી દુઃખ ના વીચારો કરે ,દુઃખ કદી ઘટતું નથી , અરે ! માંગ્યું  મોત પણ મળતું નથી .

  • જીવનમાં રાત્રી ના અંતે

        જીવન માં  રાત્રી ના અંતે , સવારો  રોજ   આવે  છે ઉષા  ઢાંકી  તિમિર  પટ  ને  ઉમંગી  તેજ  લાવે  છે, ઠુંઠા  આ  વ્રુક્ષ  ની  જીન્દગી માં , પણ  બાહર  આવે  છે, ભલા  તું  સમજીશ  ક્યારે , દુઃખ  પછી  સુખ  આવે  છે.

  • પ્રેમ પ્રેમ સબ કરે

        પ્રેમ પ્રેમ  સબ કરે, પર  મર્મ  ના  જાને  કોઈ પ્રેમ  કા  મર્મ   જાન લે   તો જુદા ન  હોય  કોઈ.

  • માનવી મંદીર વેચશે

        માનવી  મંદીર  વેચશે, મસ્જીદ  વેચશે , બાકી   કંઈ ના  રાખશે , હે   ભગવાન  ભુલે  ચુકે  તું  મળ્યો , તો  તને  પણ વેચી  નાખશે .

  • મૈ જાનું તું દુર હૈ

      મૈ  જાનું તું  દુર  હૈ , તું હૈ રુદિયા માંય બાહર   ખોજે ના  મીલે, ભીતર  હી મિલ જાય .

  • જીવન માનવ તણું

    જીવન માનવ તણું  આપ્યું  છે તો જીવી  લઈશું , દુઃખ ને  સુખ તણું ઓસડ  ગણી વેઠી લઈશું , ભલે ને  દુશ્મનો  અમ  રાહ માં કંટકો  બહુ  વેરે , હસી  મંઝીલ ને મારગ  વીકટ અમે  સહેલો  કરી લઈશું .

  • ઉડતી જુલ્ફો

      ઉડતી જુલ્ફો  ને  જરા  કાબુ  માં  રાખો, ઘણાં  દીલ  ઘવાયા  જરા તેલ નાંખો.

  • જે મસ્તી આંખો માં છે તે સુરાલય માં નથી હોતી

      જે મસ્તી આંખો માં  છે તે સુરાલય માં નથી હોતી, અમીરી દીલ ની કોઈ મહાલય માં માં નથી હોતી, શીતળતા  પામવા દોટ કાં મુકે છે  માનવી , જે માં ની ગોદ માં છે તે  હિમાલય માં નથી હોતી.