Mindblown: a blog about philosophy.
-
મન
સાથે રહેવા માટે ઘર નહિ મન મોટું હોવું જોઈએ .
-
લાડીલી ‘ક્ષમા’ નું રાયચુરા પરિવાર માં ભાવભર્યું સ્વાગત.
લાખેણી લાડી , લક્ષ્મી સ્વરૂપા આવ , લટકાતી મટકાતી ,કુમકુમ પગલે આવ , મલકાતે મુખડે , રુમઝુમ પગલે આવ , સ્વાગત છે તારું ,અમારા ઘર પરિવાર માં , ફૂલડે વધાવું ને મોતીડે વધાવું ,મંગલ ગીતડા ગાઉ , સ્નેહ ની સરવાણીઓ ફૂટે ,તારું મુખડું દેખી , અંતર થી આશિષ વરસે , સદા સુખી રહે વહુ દીકરા…
-
સ્વજન કહેવાય છે કોને
સ્વજન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું, સદન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું… અજાણ્યા રહીને મેં તો, મારી બરબાદી જ કીધી છે, જતન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું… નજર સામે ફક્ત મેં તો, ચમકતો ચાંદ જોયો છે, વદન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું… હવો…
-
માન
માન પામે એ નહી પણ માન પચાવે એ મહાન કહેવાય .
-
લગ્નગીત
નાણાંવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવા ભરી સભાના રાજા એવા વરરાજાના દાદા નાણાંવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવી ફૂલડિયાંની વાડી એવી વરરાજાની માડી નાણાંવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવા અતલસના તાકા એવા વરરાજાના કાકા નાણાંવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ…
-
ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે,- ઓજસ પાલનપુરી
ચારે તરફથી જ્યારે નિરાધાર હોય છે, માણસ એ વખતે સાચો કલાકાર હોય છે… દાવો કરીને જે ય કહે છે ‘હું મસ્ત છું’, પોતાની હદ સુધી તો એ હુશિયાર હોય છે… તુજથી પુનર્મિલનનું વચન લેવું એટલે, સાચું કહું તો મોતને પડકાર હોય છે… દિવાનગીની વાતને સમજી શકે ન જે, મારી સમજ મુજબ એ સમજદાર હોય છે……
-
મગ નું ભૂસું
સામગ્રી :- ઉગાડેલા મગ – ૨ કપ , તળવા માટે તેલ , મીઠું સ્વાદ મુજબ , મરચું પાવડર ૧ ટી સ્પુન, ચાટ મસાલો ૧ ટી સ્પુન ,બારીક સેવ ૧/૪ કપ ,કાજુ ના ટુકડા ૧ ચમચી , કીસમીસ ૧ ચમચી . રીત :- ઉગાડેલા મગ ને એક પેન માં તેલ ગરમ કરી થોડા થોડા નાખી કરકરા …
-
જીવન
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું; ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું. તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ! વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું. – અમૃત ‘ઘાયલ’
-
જીવન સ્વપ્ન છે એજ જુના પરંતુ – અમૃત ઘાયલ
જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ, નવેસરથી એવી મરામત કરી છે; શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી- તમે પણ કહેશો કરામત કરી છે. ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી, અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે; શરાબીની યૌવનમાં સોબત કરી છે- ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે. કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ નથી પાછી પાની કરી…
-
કયારેક એવું પણ બને .-માયા રાયચુરા
ક્યારેક એવું પણ બને ,કે રણ ને મીઠું ઝરણ મળે , ક્યારેક એવું પણ બને કે ,સ્વપ્ન ના વાવેતર મળે , ક્યારેક એવું પણ બને કે ,જળ મહી માછલી તરફડે , કયારેક એવું પણ બને કે ,તણખલું ડુબે ને પત્થર તરે, ક્યારેક એવું પણ બને કે ,ઘણું કહેવું હોય પણ શબ્દ ના મળે , ક્યારેક…
Got any book recommendations?