Mindblown: a blog about philosophy.

  • ભૂલ

    એક નાના ગામડા માં એક સુખી પરિવાર રહેતો હતો . પરિવાર માં માતા પિતા અને એક નાનો દીકરો . પિતા ખેતી કરી ને ગુજરાન ચલાવે . દીકરો મોટો થયો એટલે સ્કુલે મોકલવાનું શરુ કર્યું . દીકરો ભણવા માં ખુબ તેજસ્વી.એનું નામ વિદ્યાસાગર . નામ તેવા ગુણ . એકવાર શિક્ષક જે ભણાવે તે યાદ રહી જાય…

  • પોષ

    પોષ આંગળા શોષ .

  • નૈયા

    નૈયા ઝુકાવી મે તો , જો જે ડૂબી જાય ના , ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બુઝાય ના  . સ્વાર્થ નું સંગીત ચારે કોર વાગે , કોઈ નથી ,કોઈ નું આ દુનિયા માં આજે , તન નો તંબુરો જો જે બેસુરો થાય ના .  ઝાંખો ઝાંખો પાપ અને પુણ્ય ના ભેદ રે ભૂંસાતા…

  • શ્રવણ ગીત

    વિધિ ના લખિયા લલાટે લેખ ,ઠોકર ખાય …ખાય …ખાય … શ્રવણ કાવડ લઈ ને ફરતો ,સેવા માતપિતા ની કરતો , તીર્થે તીર્થે ડગલા ભરતો ચાલ્યો જાય …જાય …જાય … તરસ માતપિતાની છીપવા , શ્રવણ જાયે પાણી ભરવા , ઘડુલો ભરતા મૃગ ના જેવો શબ્દ થાય …થાય …થાય … દશરથ રાજા મૃગયા રમવા આવે , મૃગલું…

  • મગ ની દાળ નો શીરો

    મગ ની દાળ નો શીરો – સામગ્રી : – ૧ કપ મગ ની દાળ , ઘી અડધા થી પોણો કપ  , ખાંડ ૧ કપ , દૂધ ૨ થી ૩ કપ , એલચી પાવડર ચપટી , કાજુ , બદામ , પીસ્તા ની કતરણ ૨ ચમચી , રીત : – સૌ પ્રથમ મગ ની દાળ ને મિક્સી…

  • કર્મ

    કોઈ પણ વ્યક્તિ જન્મ થી નહી પણ તેનાં કર્મો થી મહાન બને છે .

  • કમર દર્દ

    ગરમ પાણી માં ફટકડી  નો થોડો પાવડર અને ચપટી સિંધવ નમક નાંખી કપડાને તેમાં ભીંજવી શેક કરવાથી કમર દર્દ માં રાહત થાય છે .

  • માવડી

    માવડી રે માવડી , ગુમાવી વહાલ ની વેલડી , કોણ લેશે હવે અમારી ભાળ ,માવડી . મલકતું મુખડું દુઃખ અમારા હરતું , તારા ખોળાની ખોટ ના પુરાય , માવડી . વહાલ વેરતી આંખડી , મીઠી તારી ગોઠડી , બેટા સાંભળવા કાન અધીરા થાય , માવડી . રીસાઈ ગઈ તું શાને માડી ,ભૂલ કાંઈ થઇ છે…

  • કરુણા

    જે હ્રદયે કરુણા છોડી ,તેની કીમત છે ફૂટી કોડી .

  • જિંદગી

    સત્કાર્યો  અને સારા સંસ્કારો નું અજવાળું ફેલાવશો , તો દીપક છે આ જિંદગી , બાકી તો ઘનઘોર તમસ જેવી છે આ જિંદગી , કરો કાંઇક એવું કે દાદ અપાવી જાય જિંદગી , બાકી તો નિષ્ફળ છે આ જિંદગી .

Got any book recommendations?