ગીત

વાચક મિત્રો , હમણાં થોડા દિવસ પહેલા અમે અમદાવાદ મારા પપ્પા પાસે ગયેલા . ત્યાં બહુ જ આનંદ કર્યો .મારા પપ્પા સારું ગાય છે  એમનો અવાજ ખુબ મીઠો છે ,અમે જયારે ત્યાં જઈએ ત્યારે અમે એમના ગીતો સાંભળવા નો આગ્રહ રાખીએ .આ વખતે પણ દર વખત ની જેમ અમે સંગીત ની મજા માણતા હતા ત્યારે અમે તેમના ગીતો  નું રેકોડિંગ કરી લીધું અને આપ સર્વે મિત્રો સાથે અમારો આનંદ શેર કરવા ની લાલચ રોકી ન શકતા આ બ્લોગ ઉપર પોસ્ટ કર્યું છે .મારા પપ્પા તલત મહેમુદ ના ફેન છે અને એમનું ગયેલું આ સુંદર ગીત આપ સર્વે સાથે શેર કરું છું .જો આપને પણ પસંદ આવે તો જરૂર શેર કરજો અને મારા પપ્પા ના ઉત્સાહ માં વધારો કરજો . લીંક ઉપર ક્લિક કરવા થી સાંભળી શકશો .

Leave a Reply